February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રાજ્‍ય સરકાર દ્વારા ઉમરગામના ધોડીપાડામાં આજથી બે દિવસીય આદિજાતિ જન ઉત્‍કર્ષ મહોત્‍સવની ઉજવણી કરાશે

પ્રથમ દિવસે મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર અને રાજ્‍ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિ વિશેષ ઉપસ્‍થિત રહેશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.27: ભારત સરકાર દ્વારા તા.15નવેમ્‍બર બિરસા મુંડા જન્‍મજયંતિના 150 વર્ષ પૂર્ણ થતા હોવાથી બિરસા મુંડાની 150મી જન્‍મ જયંતિની ઉજવણી નિમિત્તે રાજ્‍ય સરકાર દ્વારા આદિજાતિ જન ઉત્‍કર્ષ મહોત્‍સવ – 2024નું વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ધોડીપાડા ખાતે સાંસ્‍કળતિક હોલમાં તા.28 અને 29 નવેમ્‍બરના રોજ ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીમાં વલસાડ, નવસારી, ડાંગ અને સુરત જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્‍યો છે.
પ્રથમ દિવસે તા.28 નવેમ્‍બરના રોજ ગુરૂવારે સવારે 10 કલાકે રાજ્‍યના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્‍યમિક અને પૌઢ શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી ડો.કુબેરભાઈ ડીંડોર અને આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના રાજ્‍ય કક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્‍થિતિમાં આદિવાસી જન ઉત્‍કર્ષ મહોત્‍સવ – 2024 અંતર્ગત અમૃતકુંભ કળશયાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું છે. સવારે 11 કલાકથી બે દિવસીય ઉજવણીનો પ્રારંભ થશે. જેમાં 1 વાગ્‍યા સુધીમાં ભગવાન બિરસા મુંડા અને આદિવાસી દેવી-દેવતાઓનું પૂજન, આદિવાસી લોકનૃત્‍ય, મુખ્‍ય મહેમાનશ્રી અને મહાનુભાવોનું પ્રાસંગિક ઉદબોધન અને પ્રદર્શનનું ઉદઘાટન અને નિદર્શન યોજાશે. બપોરે 2 થી 4 વાગ્‍યા સુધી સેમિનાર યોજાશે. જેમાં સંવાદ માટે સ્‍કીલ ટ્રેનિંગ ફોર ટ્રાયબલ યુથ, ઈનોવેશન ઈનઆર્ટ, ખેતી પશુપાલન, ઓર્ગેનિક ખેતી (સજીવ ખેતી), ડેરી ટેકનોલોજી, બેટરી ટેકનોલોજી (વર્કશોપ) અને મહિલા સશક્‍તિકરણના સંભવિત વિષયો પર સેમિનાર યોજાશે. સાંજે 4 થી 6 વાગ્‍યા સુધી સાંસ્‍કળતિક કાર્યક્રમો યોજાશે. જેમાં મહાનુભાવો/ સંતોના ઉદબોધન, સન્‍માન અને અભિવાદન કરાશે. પ્રસિધ્‍ધ આદિવાસી લોક ગાયકો/ સંગીતકારો દ્વારા કલાની પ્રસ્‍તુતિ કરાશે. આદિવાસી મહિલા- ખેલ જગત- કળષિ જગત- શિક્ષણ જગત અને પ્રબુધ્‍ધ નાગરિકોનું સન્‍માન કરાશે. રચનાત્‍મ કાર્ય કરનાર આદિવાસી સંસ્‍થાનો અને એનજીઓ દ્વારા આદિવાસી ક્ષેત્રોમાં સામાજિક દાયિત્‍વ માટેના પ્રકલ્‍પની માહિતી અને સાંસ્‍કળતિક કાર્યક્રમ સાથે પ્રથમ દિવસની ઉજવણી પૂર્ણ થશે. બીજા દિવસે તા.29 નવેમ્‍બરના રોજ શુક્રવારે સવારે 10-00 થી 10-30 કલાકે મહાનુભાવો અને મહેમાનશ્રીઓનું આગમન બાદ સવારે 10-30 થી 11-30 સુધી સેમિનાર યોજાશે. જેમાં મહિલા બાળ સ્‍વાસ્‍થ્‍ય ચકાસણી અને સ્‍વાસ્‍થ્‍ય સંભાળ, મહિલા બાળ (ષાીરોગ વિશેષજ્ઞ), આર્ટ કલ્‍ચર, રમત ગમત કૌશલ્‍ય, રાજ્‍ય સરકાર અને કેન્‍દ્ર સરકારની આદિવાસીઓ માટેની વિશિષ્ટ યોજના અંગે સંવાદ તેમજ રાજ્‍ય સરકારની સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓ માટેનું માર્ગદર્શન જેવા સંભવિત વિષયો પર સેમિનાર યોજાશે. 11-30 થી 12-30 સુધી સ્‍થાનિક કળતિનેધ્‍યાને રાખી સાંસ્‍કળતિક કાર્યક્રમ યોજાશે. ત્‍યારબાદ 1 કલાકે મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં બે દિવસીય ઉજવણીની પૂર્ણાહૂતિ કરાશે.

Related posts

ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રીના હસ્તે નવીનગરી પ્રા. શાળા, માલનપાડાના શિક્ષક શ્રી મહેન્દ્રસિંહ પરમારનું શ્રેષ્ઠ શિક્ષક – રાજ્ય પારિતોષિકથી સન્માન

vartmanpravah

ગણદેવી, બીલીમોરા અને નવસારી નગરપાલિકામાં વિવિધ સ્‍થળોએ રાત્રિ સફાઈ યોજાઈ

vartmanpravah

સાયલી સાંઈ મંદિરના પટાંગણમાં સ્‍થાપિત ગણપતિની મૂર્તિનું વાજતે-ગાજતે કરવામાં આવેલું વિસર્જન

vartmanpravah

આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ અંતર્ગત ટી.વાય. બી.કોમ ગુજરાતી માધ્‍યમનું યુનિવર્સિટી પરીક્ષાનું પરિણામ

vartmanpravah

દમણઃ ખારીવાડ ખાતે આકાર મોટર્સની બાજુમાં આવેલ કરિયાણાની દુકાનનું શટર તોડી રૂા.3.35 લાખની ચોરી

vartmanpravah

વલસાડ આરોગ્ય ખાતા દ્વારા ૧૦૮ સિટીઝન મોબાઈલ એપ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment