(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ગુરુગ્રામ, તા.27: ભારત સરકારના પાવર મંત્રાલયની ‘મહારત્ન’ કંપની પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (POWERGRID) દ્વારા હરિયાણા રાજ્ય સીએસઆર ટ્રસ્ટ સાથે ગવર્નમેન્ટ ગર્લ્સ કોલેજ, સેક્ટર-14, ગુરુગ્રામ ખાતે 100 બેડવાળી ગર્લ્સ હોસ્ટેલ અને ટીચિંગ બ્લોક અને આઈટી, મેડિકલ, સંગીત સાધનોના સપ્લાય માટેબે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
આ એમઓયુ પર હરિયાણાના મુખ્યમંત્રી શ્રી નાયબ સિંહ સૈની, આંકડા અને કાર્યક્રમ અમલીકરણના માનનીય કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), શ્રી રાવ ઈન્દ્રજીત સિંહ, હરિયાણાના ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી શ્રી રાવ નરબીર સિંહ, પાવરગ્રીડના ડિરેક્ટર (પસર્નલ) ડો. યતીન્દ્ર દ્વિવેદી, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (કોર્પો. કોમ. અને લો) શ્રી એ.કે. ગુપ્તા, શ્રી જસબીર સિંહ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (સીએસએસઆર) તથા હરિયાણા સરકાર, પાવરગ્રીડ અને જિલ્લા વહીવટીતંત્રના અન્ય વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ એમઓયૂ પર શ્રી એ.કે. મિશ્રા, જનરલ મેનેજર (એચઆર-સીએસઆર), ઉત્તરી ક્ષેત્ર -I, પાવરગ્રીડ અને શ્રી અજય કુમાર, ડીસી કમ જોઈન્ટ સેક્રેટરી, હરિયાણા રાજ્ય સીએસઆર ટ્રસ્ટ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
ગર્લ્સ હોસ્ટેલના નિર્માણ અને ટીચિંગ બ્લોક અને સાધનોના સપ્લાય માટે કુલ અંદાજિત રૂા. 20.38 કરોડના ખર્ચ સાથેની આ સીએસઆર પહેલો, મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા અને ગુરુગ્રામ અને તેની આસપાસની વિદ્યાર્થીનીઓ માટે શૈક્ષણિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીપાવરગ્રીડના બિઝનેસ મોડલમાં જડિત છે અને તે યુનાઈટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ સાથે સુસંગત છે. પાવરગ્રીડ તેની સીએસઆર પહેલ દ્વારા સમગ્ર દેશમાં આર્થિક અને સામાજિક વિકાસમાં સતત યોગદાન આપી રહ્યું છે.
30 નવેમ્બર, 2024 સુધીમાં પાવરગ્રીડ 280 સબ સ્ટેશનો, 1,78,975 સીકેએમ ટ્રાન્સમિશન લાઈનો અને 5,45,961 એમવીએની ટ્રાન્સફોર્મેશન ક્ષમતા કાર્યરત અને સંચાલન કરી રહ્યું છે. નવીનતમ સાધનો અને તકનીકોને અપનાવવાથી, ઓટોમેશન અને ડિજિટલ સોલ્યુશન્સનો અદ્યતન ઉપયોગ, પારવરગ્રીડ 99.80%ની સરેરાશ ટ્રાન્સમિશન સિસ્ટમની ઉપલબ્ધતા જાળવી રાખવામાં સક્ષમ છે.

Previous post