પોલીસ, જીઈબી, પાલિકા, પીડબલ્યુડી, મામલતદાર કચેરીઓના ઉચ્ચ અધિકારી ઉપસ્થિત રહ્યા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.25: વાપી મામલતદાર કચેરીમાં આજે બુધવારે સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારના જમા થયેલ આવેદન અરજીઓની ચર્ચા હાથ ધરાઈ હતી. જે પૈકી 15 જેટલા આવેદનોનો સકારાત્મક ઉકેલ કરવામાં આવ્યો હતો.
વાપી મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર વિજય ગઢવીની અધ્યક્ષતામાં સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. પોલીસ, જીઈબી, પાલિકા, સીટી સર્વે, પીડબલ્યુડી, મામલતદાર જેવા સરકારી વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી મળેલ ફરીયાદો-અરજીઓની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જે તે વિભાગને લગતી મળેલ અરજીઓનો સ્થળ ઉપર નિકાલ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. મળેલ અરજીઓ પૈકી 15 અરજીઓનો સકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો હતો. વાપી યુવા કોંગ્રેસ પ્રમુખ વરુણસિંહ ઠાકુરે પાલિકાના વિવિધ વોર્ડની બંધ સ્ટ્રીટ લાઈટોનો મુદ્દો રજૂ કર્યો હતો. તેમાં પાલિકાએ યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું. વિભાગીય પોલીસ વડા બી.એન. દવે સહિત ઉચ્ચ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.