(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.04: કિલ્લા પારડી ખાતે આવેલ જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અન્સારી અને એમની સમગ્ર ટીમ સરીસૃપ જીવોને સહીસલામત રેસ્કયુ કરી ફરીથી આ જીવોને ફોરેસ્ટ એરિયામાં છોડી એમને નવજીવન આપી જીવ સૃષ્ટિ બચાવવાનું ઉમદા કાર્ય છેલ્લા ઘણા વર્ષોથી કરી રહી છે.
ગઇ મોડી રાત્રે આશરે 1.15 કલાકે પારડીના અક્ષર ડેન્ટલના ક્લિનિકના ડો.તપનભાઈના વશીયર આંબાવાડી ખાતેના નિવાસ સ્થાને એક અજગર દેખાતા એમણે આ અંગેની જાણ પારડી જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અન્સારીને કરાતા તેઓ આટલી મોડી રાત હોવા છતાં પારડી થી વલસાડ 15 થી 20મિનિટમાં પહોંચી જઈ સાતથી આઠ ફૂટ લાંબા અને 15થી 20 કિલો વજન ધરાવતા અજગરનું રેસ્કયું કરી આ અંગેની જાણ વન વિભાગને કરી ફોરેસ્ટ એરિયામાં છોડવાની તજવીજ હાથ ધરી હતી.
Previous post