January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં બેટી બચાઓ, બેટી પઢાઓ અંતર્ગત માનસિક સ્‍વાસ્‍થ્‍ય જાગૃતિ વિષય પર સેમિનાર યોજાયો

સમસ્‍યાગ્રસ્‍ત મહિલાઓ જ્‍યારે સેન્‍ટર ઉપર આવે ત્‍યારે તેમની માનસિકતાને સમજવી ખૂબ જરૂરીઃ જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્વેતા દેસાઈ

દીકરીઓના ભણતર અને સુરક્ષા વિશેની માહિતી કાઉન્‍સિલિંગના કામ સાથે સંકળાયેલા કર્મચારીઓને આપવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.05:વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “બેટી બચાઓ, બેટી પઢાઓ” યોજના અંતગર્ત તા. ૨૫ નવેમ્બર (International Day for the Elimination of violence against women) થી તા.૧૦ ડિસેમ્બર (Human Rights Day) સુધી મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત ૧૬ દિવસ સુધી મહિલાઓ અને કિશોરીઓ પર થતી જાતિગત હિંસા સંબંધિત મુદ્દાઓને અનુલક્ષી વિવિધ થીમ આધારિત જાગૃતિ કાર્યક્રમો જિલ્લાના વિવિધ વિસ્તારમાં કરવામાં આવી રહ્યાં છે જે અનુસંધાને વલસાડના ડો.બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે “Capacity-Building Sessions on Mental Health Awareness and Counselling” સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનાર પ્રસંગે સાયકોથેરાપીસ્ટ અને મેન્ટલ હેલ્થ ટ્રેનર ડૉ.ઓસીન પારેખ દ્વારા જિલ્લાની વિવિધ કચેરીઓના મહિલા અને બાળકોના કાઉન્સિલિંગના કામ સાથે સંકળાયેલા કર્મચારીઓને “મેન્ટલ હેલ્થ અને કાઉન્સેલિંગ” વિશે પીપીટી મારફતે વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી શ્વેતા દેસાઈ દ્વારા કર્મચારીઓના સ્કિલમાં વધારો થાય અને સમસ્યાગ્રસ્ત મહિલાઓ જ્યારે સેન્ટર ઉપર આવે છે ત્યારે તેમની માનસિકતાને પહેલા સમજવી ખૂબ જ જરૂરી છે પછી જ એમનું કાઉન્સિલિંગ કરવું જરૂરી છે. જિલ્લા સત્તા મંડળના અધ્યક્ષશ્રી બી. જી. પોપટ દ્વારા એમની ચાલતી “ઉજાસ એક આશાની કિરણની” કામગીરી વિશે માહિતી આપી હતી. પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એન. એસ. વસાવા દ્વારા દીકરીઓના ભણતર અને સુરક્ષા વિશેની માહિતી આપવામાં આવી હતી.
સેમિનારમાં વલસાડ સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ સીબા થોમસ ચાકો, દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી કમલેશ ગિરાસે, મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીના કર્મચારીઓ, ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવર્મેન્ટ ઓફ વીમેન (DHEW)ના કર્મચારીઓ, સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ, પોલીસ સ્ટેશન બેઇડ્ઝ સપોર્ટ સેન્ટર- વાપી- કપરાડા- વલસાડ, વિવિધ મહિલાલક્ષી કેન્દ્ર વાપી- ઉમરગામના કર્મચારીઓ, બાળસુરક્ષા એકમના કર્મચારી, વલસાડ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનથી સી ટીમના પોલીસ કર્મચારી, જિલ્લા આરોગ્ય ક્ચેરીના એડોલેશન કાઉન્સિલર, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના કર્મચારીઓ વગેરે ફિલ્ડ અને કાઉન્સિલિંગના કામ સાથે સંકળાયેલ કર્મચારી હાજર રહ્યા હતા. આ સેમિનાર ૩ ભાગમાં રાખવામાં આવ્યો છે. વધુ બે સેમિનાર આગામી તા.૧૦-૧૨-૨૦૨૪ અને તા. ૧૭-૧૨-૨૦૨૪ના રોજ યોજાશે.

Related posts

રાજ્‍ય કક્ષાની સ્‍પર્ધામાં માલનપાડાની મોડેલ સ્‍કૂલ રોલ પ્‍લેમાં પ્રથમ ક્રમે વિજેતા

vartmanpravah

સખી-વન સ્‍ટોપ સેન્‍ટર યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની મુલ્‍યાંકન સમિતિની બેઠક મળી

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડીને આરોગ્‍ય સૂચક આંકના આધારે કેન્‍દ્ર શાસિત પ્રદેશોમાં મળેલું પ્રથમ સ્‍થાન

vartmanpravah

આ બ્રિજના કામ કયારે પુરા થશે વાપીની જનતાની પરીક્ષા ના લો : વાપી વિચાર મંચે હોર્ડિંગ્‍સ લગાવ્‍યા

vartmanpravah

અતુલ હાઈવે બ્રીજ નીચે ખાનગી સ્‍કૂલ વાનમાં આગ ભભૂકી ઉઠી : બે બાળકો અને ચાલકનો બચાવ થયો

vartmanpravah

વાપી લાયન્‍સ કલબ નાઈસ એ દેગામ મનોવિકાસ કેન્‍દ્રમાં માનસિક અશક્‍ત બાળકો સાથે દિવસ વિતાવી કુટુંબની હૂંફ આપી

vartmanpravah

Leave a Comment