વલસાડ નવેરા ગામના વિશાલ રાજેશ પટેલ ફરાર હતો : હાઈફાઈ લાઈફ વિતાવતો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.15: વલસાડમાં છે એક મહિના અગાઉ મિત્રોને એકના ડબલ કરી આપવાની લાલચ આપી રૂા.8 લાખની ઠગાઈ કરી આરોપી ફરાર થઈ ગયો હતો. વલસાડ રૂરલ પોલીસ આરોપીનેઆણંદમાં ભાડાના ઘરમાં રહેતો હતો તેને ઝડપી પાડી વલસાડ લવાયા હતા.
વલસાડ નજીક આવેલા નવેરા ગામમાં હનુમાન ફળીયામાં રહેતો વિશાલ રાજેશ પટેલએ છ મહિના પહેલા વલસાડમાં એક ના ડબલ કરી આપવાની સ્કીમ ચાલુ કરી હતી. પ્રલોભનમાં કેટલાક મિત્રોએ 8 લાખ જેટલા નાણા વિશાલને આપ્યા હતા. બાદમાં વિશાલે છેતરપીંડી કરી હોવાનું બહાર આવતા તેની વિરૂધ્ધ ફરિયાદ રૂરલ પોલીસમાં કરવામાં આવી હતી. વિશાલ શોર્ટકટના નાણા ઉડાવતો હતો. નાણાથી હાઈફાઈ લાઈફ જીવતો હતો. મોજ કરતો હતો. ફરિયાદ બાદ ફરાર થઈ ગયો હતો. બાદ પોલીસ ટીમને મળેલી બાતમી આધારે વોન્ટેડ વિશાલનું લોકેશન આણંદમાં મળ્યું હતું. વલસાડ પોલીસ આણંદ પહોંચી આરોપી વિશાલની ધરપકડ કરી હતી. વિશાલ મિત્રોના નાણા પડાવીને ગોવા એમ.પી. ઓરિસ્સામાં ફરતો રહેતો. મોંઘી બાઈકો ઉપર હાઈફાઈ લાઈફ જીવતો હતો.