(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.18: વાપી નગરપાલિકા દ્વારા મેરા શહેર મેરી પહેચાન-2024 અંતર્ગત સ્વચ્છતા સર્વેક્ષણનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ સર્વેક્ષણમાં વાપીની શ્રી એલજી હરિઆ મલ્ટિપર્પઝ શાળાએ ખાનગી શાળાઓની કેટેગરીમાં સ્વચ્છતાના તમામ માપદંડો પૂર્ણ કરી પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે. વાપી નગરપાલિકા દ્વારા શાળાને પ્રથમ પુરસ્કાર માટે પ્રમાણપત્ર એનાયત કરી શાળાના આચાર્યા શ્રીમતી બીની પૌલ અને એચ.આર. અને એડમિન હેડ શ્રી વિજય રાઉન્ડલને શુભેચ્છા પાઠવી અને શાળા દરેક પ્રવૃત્તિઓમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભકામના વ્યક્ત કરી હતી. શાળાના મેનેજમેન્ટ અને ટ્રસ્ટીગણે પણ શાળાને મળેલ પુરસ્કાર માટે સૌને અભિનંદન પાઠવ્યા હતા.
![](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2024/09/WhatsApp-Image-2024-09-18-at-2.41.35-PM.jpeg)