
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.16: વલસાડ હાલર રોડ ઉપર આજે સોમવારે સવારે સ્થાનિક લોકોએ કચરાના ઢગલામાં આધાર કાર્ડ ફેંકાયેલા જોવા મળતા સ્થાનિક વિસ્તારમાં ચર્ચા સાથે કુતુહલનો મુદ્દો બની ગયો હતો.
વલસાડ હાલર રોડ ઉપર મળી આવેલ આધાર કાર્ડનો જથ્થો અનેક સવાલ ઉભા કરે છે. અહીં આધાર કાર્ડ કોંણ નાંખી ગયું જે સાચાં છે કે ખોટાં તે તપાસનો મુદ્દો બની ગયો છે. જો સાચાં હોય તો સરકારી કામગીરીની મોટી ક્ષતિ ઉજાગર થવાની શક્યતા છે તેથી આધાર કાર્ડ અંગે તળીયાઝાટક તપાસની માંગ ઉઠી છે. કારણ કે આ મોટી ગેરરીતિ સાબિત થઈ શકવાની શક્યતા ઈન્કારી શકાય એમ નથી. સરકારી વહિવટી તંત્રમાં આમ પણ ઘણી બધી બાબતોમાં રેલમશેલચાલતું હોય છે. તેનો પુરાવો સાબિત ત્યારે થશે કે તપાસમાં શું નિકળે છે. ત્યાં સુધી માત્ર પ્રશ્નાર્થ જ છે.

