(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.16: વલસાડ રેસર્સ ગૃપ દ્વારા 10 મી મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 10 કીલોમીટર, 21 કીલોમીટર અને 42 કીલોમીટરની દોડમાં 1200 થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો. આ મેરેથોનમાં અતુલ કંપનીમાંથી 25 સ્પર્ધકોએ અલગ અલગ કેટેગરીમાં ભાગ લઈને શારીરિક ફિટનેસ અંગે જાગૃતતા દર્શાવી હતી. જેમાં શ્રીમતી સત્યંવદા અમીત રાવત 42 કીલોમીટરની કેટેગરીમાં પ્રથમ સ્થાન પર વિજેતા જાહેર થયા હતાં. વલસાડ તીથલ બીચથી શરૂ થયેલ આ મેરેથોનમાં વલસાડ એસ.પી ડો.કરણરાજ વાઘેલા અને એમની ટીમ હાજર રહ્યા હતા. ઉપરાંત સેલવાસનાં કલેક્ટર અને નવસારીનાંએસ.પી પણ મેરેથોનમાં હાજર રહ્યા હતા.

