ઉત્સવમાં ચિત્ર, બાળ કવિ, સંગીત ગાયન, સંગીત વાદન, વાર્તા કઠન અને લેખન સ્પર્ધા યોજવામાં આવી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.08: વલસાડ તાલુકામાં બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ અને વાર્તા સ્પર્ધા ‘‘નિપુણ ભારત મિશન” અંતર્ગત ધો.1 થી 5માં વાર્તા કઠન અને ધો.6 થી 8માં વાર્તા લેખન સ્પર્ધા તિથલ રોડ પર કલેકટર બંગલાની સામે સ્થિત બીઆરસી ભવનમાં યોજવામાં આવી હતી. જેમાં 119 બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ધો.1/2 માં ધ્યાની પિંકલકુમાર ટંડેલ ભદેલી બ્રાન્ચ પ્રાથમિક શાળા, ધો.3 થી 5 માં વિદ્યા દિપેશભાઈ પટેલ કુંડી પ્રાથમિક શાળા, ધો.6 થી 8 માં યુગ પ્રિતેશ મેર ડુંગરી સ્ટેશન શાળાએ વાર્તા સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી વિજેતા થયા હતા. સાથે જ ‘‘જી20” કાર્યક્રમ અંતર્ગત કલા ઉત્સવમાં ચિત્ર, બાળ કવિ, સંગીત ગાયન, સંગીત વાદન જેવી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. ચિત્ર સ્પર્ધામાં રીષી ભગેશભાઈ ટંડેલ, કકવાડી પ્રાથમિક શાળા, બાળકવિ સ્પર્ધામાં ધ્યાની પરિમલ પટેલ કુંડી પ્રાથમિક શાળા, સંગીત ગાયનસ્પર્ધામાં નુઝવત એ.શેખ પીએચક્યૂ પ્રાથમિક શાળા અને સંગીત વાદન સ્પર્ધામાં ધર્મ ગણેશભાઈ ટંડેલ બીએપીએસ સ્વામિનારાયણ શાળાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરી વિજેતા થયા હતા. વિજેતા બાળકોને રોકડ રકમ રૂ.500/300/200 અને પ્રમાણપત્ર તેમજ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી રાજેશ પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રિતેશ પટેલ અને તાલુકા લાઈઝન પન્ના પટેલે બાળકોને પ્રોત્સાહન પૂરુ પાડ્યુ હતુ. તાલુકાના બીઆરસી કૉ.ઑ. મિતેશ પટેલે પણ વિજેતા બાળકોને અભિનંદન પાઠવી જિલ્લામાં પણ વિજેતા થઈ તાલુકાનું નામ રોશન કરે એવી શુભકામનાઓ પાઠવી હતી. શૈક્ષિક સંઘના પ્રમુખ શૈલેષ પટેલે આભારવિધિ કરી હતી.