દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપના પૂર્વ સંગઠન મંત્રી અને અંદામાન નિકોબારમાં કાર્યરત વિવેક દાઢકર સાથે પ્રદેશ ભાજપ પ્રતિનિધિ મંડળની ઔપચારિક મુલાકાતઃ ડહાણુ વિધાનસભા માટે ભાજપના પ્રચારની રણનીતિની આપેલી સમજ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.૧૩: આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલના નેતૃત્વમાં પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ, દમણ જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી અસ્પીભાઈ દમણિયા, વરિષ્ઠ નેતા શ્રી મહેશભાઈ ટંડેલ(ટાલ), શહેર ભાજપ અધ્યક્ષ શ્રી પિયુષ પટેલ, આદિવાસી નેતા શ્રી વિક્રમભાઈ હળપતિ, પ્રદેશ ભાજપ માઈનોરિટી મોરચાના પ્રદેશ મહામંત્રી શ્રી વસિમ સૈયદ, દમણવાડાના સરપંચ શ્રી મુકેશ ગોસાવી, શ્રી સીતારામ ટંડેલ, શ્રી શિવ કુમાર સહિતની ટીમે પ્રદેશ પ્રભારી શ્રી દુષ્યંતભાઈ પટેલના માર્ગદર્શનમાં મહારાષ્ટ્ર વિધાનસભાની ૧૨૮(એસ.ટી.) ડહાણુની બેઠક માટે પ્રચાર અભિયાન શરૂ કર્યું હતું.
દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલ, પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ તથા દમણ જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી અસ્પીભાઈ દમણિયા સહિતના આગેવાનોઍ ખાસ કરીને મચ્છી વેચનારાઓને ભાજપને શા માટે વોટ આપવા તે બાબતે વિસ્તૃત જાણકારી આપી હતી. ૨૦૪૭માં વિકસિત ભારતના સપનાને સાકાર કરવા કમળ ઉપર બટન દબાવી ડહાણુ વિધાનસભા વિસ્તારના ભાજપના ઉમેદવાર શ્રી વિનોદ સુરેશ મેઢાને પ્રચંડ બહુમતિથી વિજેતા બનાવવા પ્રેરિત કર્યા હતા.
દરમિયાન દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના પૂર્વ સંગઠન મંત્રી અને હાલમાં અંદામાન નિકોબાર ખાતે કાર્યરત શ્રી વિવેક દાઢકરની સાથે પણ ડહાણુ વિધાનસભા વિસ્તારમાં ઔપચારિક મુલાકાત થઈ હતી. તેમણે ડહાણુ વિધાનસભા વિસ્તારમાં ભાજપનો પ્રચાર ક્યાં અને કેવી રીતે કરવો તેની પણ વિસ્તૃત સમજ આપી હતી.