Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને પોષણ માસની ઉજવણીની બેઠક મળી

પોષણ માસની થીમ- ʻʻસુપોષિત ભારત, સાક્ષર ભારત, સશકત ભારતʼʼ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.14: માન. વડાપ્રધાનશ્રીના સુપોષિત ભારતના સ્વપ્નને સમર્થન આપવા રાજય સરકાર દ્વારા સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવણી કરાઇ રહી છે. આ સંદર્ભે વલસાડ જિલ્લામાં પણ આ પોષણ માસમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાની આંગણવાડીઓમાં પોષણ અભિયાન અંતર્ગત હાથ ધરાનારા કાર્યક્રમોના આયોજન અંગે જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષપદે બેઠક યોજાવામાં આવી હતી.
આ બેઠકના અધ્યક્ષસ્થાનેથી જિલ્લા કલેકટરશ્રીએ પોષણ અભિયાનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, પોષણ માસ અભિયાન અંતર્ગત સગર્ભા સ્ત્રીઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ અને ૬ વર્ષથી ઓછી ઉમરના બાળકોમાં પોષણના પરિણામોને સર્વગાહી રીતે સુધારવાનો પ્રયાસ કરવામાં આવે છે. મિશન સક્ષમ આંગણવાડી અને પોષણ ૨.૦ એક સંકલિત પોષણ સહાય કાર્યક્રમ છે કે જે આંગણવાડીની સેવાઓ માટે કિશોરીઓ માટેની યોજના અને પોષણ અભિયાનને નિર્દેશિત કરે છે. પોષણ અભિયાનના ઇચ્છિત ધ્યેયો હાંસલ કરવા માટે વ્યકિતગત સામુદાયિક સ્તરે વર્તન પરિવર્તન એક મહત્વપૂર્ણ ઘટક છે.
પોષણ માસની થીમ ʻʻ સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશકત ભારત ʼʼ છે એમ જણાવતાં જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, પોષણ માસ દરિમયાન કુલ સાત થીમ પર ધ્યાન કેન્દ્રિત કરતી પ્રવૃત્તિઓ કરવામાં આવશે. જેમાં ૧. માત્રને માત્ર સ્તનપાન અને પૂરક આહાર ૨. સ્વસ્થ બાળક સ્પર્ધા ૩. પોષણ ભી પઢાઇ ભી ૪. મિશન લાઇફ દ્વારા પોષણ સ્તરમાં સુધારો ૫. મારી માટી મારો દેશ, ૬ આદિવાસી કેન્દ્રિત પોષણ સેન્સિટાઇઝેશન અને ટેસ્ટ, ટ્રીટ અને ટોક – એનિમિયા જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવશે.
બેઠકમાં ઉપસ્થિત સર્વે અધિકારીઓને પોષણ માસ અંતર્ગત સંબધિત વિભાગોને રાજય સરકાર તરફથી જે કામગીરી સોંપવામાં આવી છે તે મુજબ તેમણે કામગીરી કરવાની રહેશે. અને આ કામગીરીની ડેટા એન્ટ્રી ભારત સરકારના જનઆદોલન ડેશબોર્ડ પર એન્ટ્રી કરવામાં આવે અને લાભાર્થીઓ લાભ લે તે સુનિશ્ચિત કરવા માટે જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાની, જિલ્લા પ્રાયોજના વહીવટદારશ્રી અતિરાગ ચપલોત, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી બી. ડી. બારીયા, સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી નીલમબેન પટેલ તેમજ સંબધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

Related posts

દાનહ અને દમણ-દીવ અગામી બે વર્ષમાં ફક્‍ત ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના નકશામાં વિકસિત બેનમૂન પ્રદેશ બનશે

vartmanpravah

નેહરુ યુવા કેન્‍દ્ર દમણ દ્વારા ‘યુવા મહોત્‍સવ-2022’ની ભવ્‍ય ઉજવણી કરાઈ

vartmanpravah

ભેંસરોડ ખાતે કોળી પટેલ સમાજના ભવન ખાતે રવિવારે દમણ વિભાગ કોળી પટેલ કેળવણી વિકાસ મંડળ દ્વારા કારકિર્દી માર્ગદર્શન શિબિરનું આયોજન

vartmanpravah

દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયાએ દીવ કાર્યાલયની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

કેબીએસ એન્‍ડ સાયન્‍સ કોલેજમાં સેમિનાર યોજાયો

vartmanpravah

જિલ્લા બાળ સુરક્ષા એકમ, દીવ દ્વારા ‘‘નન્‍હે હાથ કલમ કે સાથ” અંતર્ગતશાળાઓમાં અભ્‍યાસ કરતા કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકો માટે શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્‍યો

vartmanpravah

Leave a Comment