December 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડ શહેર/તાલુકા ભાજપની આગામી કાર્યક્રમો અંતર્ગત અગત્‍યની મીટિંગ સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્‍સ ખાતે યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ,તા.24: ભારતીય જનતા પાર્ટીના યશસ્‍વી પ્રદેશ પ્રમુખ અને પેજ કમિટીના પ્રણેતા શ્રી.સી.આર.પાટીલજી, પ્રદેશ ભાજપના મહામંત્રી અને દક્ષિણ ઝોનના પ્રભારી શ્રી પ્રદીપસિંહ વાઘેલાજીની સૂચના અને માર્ગદર્શન મુજબ આજરોજ વલસાડ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાજીના અધ્‍યક્ષસ્‍થાને અને પ્રદેશ ભાજપના મંત્રી તેમજ વલસાડ જિલ્લાના પ્રભારી શ્રીમતી શીતલબેન સોનીજી વિશેષ ઉપસ્‍થિતિમાં વલસાડ શહેર/તાલુકા ભાજપની આગામી કાર્યક્રમો અંતર્ગત એક અગત્‍યની મીટિંગનું આયોજન વલસાડ શહેરના સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્‍સ ખાતે કરવામાં આવી હતી. જેમાં આગામી કાર્યક્રમો અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સાથે પ્રધાનમંત્રીશ્રીના ‘‘મન કી બાત” ટિફિન બેઠક કે સાથ, તેમજ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંગે માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.
વલસાડ સ્‍પોર્ટ્‍સ કોમપ્‍લેક્‍સ ખાતે યોજાયેલ મીટિંગમાં વલસાડ જિલ્લાના પ્રભારી શ્રીમતી શીતલબેન સોની, વલસાડ જિલ્લા ભાજપના પ્રમુખશ્રી હેમંતભાઈ કંસારાજી, વલસાડ વિધાનસભા બેઠકના ઈન્‍ચાર્જ શ્રી પ્રકાશભાઈ પટેલ, વલસાડના ધારાસભ્‍યશ્રી ભરતભાઈ પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.
આ તબક્કે વલસાડ જિલ્લાના મહામંત્રીશ્રી કમલેશભાઈ પટેલ, જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ શ્રી જીતેશભાઈ પટેલ, જિલ્લા ઉપ પ્રમુખ શ્રી નિખિલભાઈ ચોકસી,વલસાડ વિધાનસભા બેઠકના ઇન્‍ચાર્જ શ્રી પ્રકાશભાઈ પટેલ, વલસાડના ધારાસભ્‍ય શ્રી ભરતભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્‍યશ્રી અરવિંદભાઈ પટેલ, વલસાડ શહેરના પ્રભારી શ્રી નરેન્‍દ્રભાઈ પટેલ, શ્રીમતી હેતલબેન પટેલ, વલસાડ જિલ્લા ભાજપ મીડિયા કન્‍વીનર દિવ્‍યેશ કૈલાશનાથ પાંડે, વલસાડ શહેર ભાજપના મહામંત્રીશ્રી ધર્મીનભાઈ શાહ, શ્રી અમ્રતભાઈ પટેલ, વલસાડ તાલુકા ભાજપના પ્રમુખ શ્રી કિશોરભાઈ પટેલ, તાલુકા ભાજપના મહામંત્રીશ્રી અમ્રતભાઈ ટંડેલ, વલસાડ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કિન્નરીબેન પટેલ, વલસાડ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી કમલેશસિંહ ઠાકોર, વિવિધ મોરચાના પ્રમુખશ્રીઓ, હોદેદારો, મંડળના હોદેદારો, જિલ્લા/તાલુકા પંચાયત, નગરપાલિકાના સભ્‍યો કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

Related posts

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ અને સક્ષમ માર્ગદર્શનમાં સંઘપ્રદેશ કોવિડ-19ના વેક્‍સીનેશન અભિયાનમાં અવ્‍વલ : દમણમાં ‘હર ઘર દસ્‍તક અભિયાન’ અંતર્ગત 250 કર્મચારીઓની 40 ટીમો કાર્યરત

vartmanpravah

આજે બામટી ખાતે કોમ્‍યુનીટી હોલ અને કુમાર છાત્રાલયનું ખાતમુહૂર્ત કરાશે

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મદિવસના ઉપલક્ષમાં દાભેલના આટિયાવાડ ખાતે સેવા પખવાડા હેઠળ નિઃશુલ્‍ક દાંત અને આંખની તપાસ શિબિર યોજાઈ

vartmanpravah

મનપા ઉધનાઝોનમાં ગેરકાયદે બાંધકામની ભલામણ મુદ્દે કોર્પોરેટરો બે જૂથમાં

vartmanpravah

દમણઃ આટિયાવાડા ગ્રામ પંચાયતના સરપંચ ઉર્વશીબેન પટેલે સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત જનજાગૃતિ ફેલાવવા શરૂ કરેલી કામગીરી

vartmanpravah

વાપી ગુરુદ્વારા સમિતિ દ્વારા ત્રિદિવસીય પ્રકાશ પર્વની ઉજવણી સાથે નવિન ગુરુદ્વારા ગુરુઘરનું લોકાર્પણ

vartmanpravah

Leave a Comment