Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણ પોલીસે લૂંટના ગુનામાં બે આરોપી સહિત કબ્‍જે કરેલો મુદ્દામાલ

શનિવારની રાત્રિના 9:00 વાગ્‍યાના અરસામાં નાની દમણના મશાલચોક ખાતે પાછળથી આવેલી નંબર પ્‍લેટ વગરની મોટરસાયકલથી ફરિયાદીને ટક્કર મારી મોબાઈલની કરેલી લૂંટ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.20 : શનિવારની રાત્રિના લગભગ 9:00 વાગ્‍યે નાની દમણના મશાલચોક ખાતે પાછળથી નંબર પ્‍લેટ વગરની મોટરસાયકલમાં આવેલા બે લૂંટારૂઓએ ફરિયાદીને ટક્કર મારી મોબાઈલ છીનવી લેતાં ફરિયાદીએ બુમરાણ મચાવતાં ઉપસ્‍થિત લોકોએ આરોપીને ઘટના સ્‍થળથી જ પકડી લીધો હતો. પરંતુ બીજો આરોપી ફરાર થવા સફળ થયો હતો.
ઘટનાની ખબર મળતાં જ પોલીસે મુખ્‍ય માર્ગ અને નજીકના છુપાવાના વિસ્‍તારની સઘન તપાસ કરતાં ફરાર સહ આરોપીને પકડવા પોલીસ સફળ થઈ હતી. ધરપકડ કરાયેલા આરોપીઓમાં (1)અંશારૂલ સરજાવૂદિન હક (ઉ.વ.20) રહે.વાપી, ગુજરાત (2)દીપક સિયારામ પાસવાન (ઉ.વ.21) રહે. વાપી, ગુજરાતનો સમાવેશ થાય છે. આરોપીઓ પાસેથી રેડમી-8 મોબાઈલ અને વગર નંબર પ્‍લેટવાળી હિરો સ્‍પ્‍લેન્‍ડર મોટરસાયકલ કબ્‍જે લેવામાં આવી છે.

Related posts

વલસાડના મરલા ગામે પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ

vartmanpravah

સિનિયર સિટીઝન કાઉન્‍સીલ વાપી દ્વારા પદ્મશ્રી ગફુલચાચાનો ઉજવાયેલ જન્‍મ દિવસ

vartmanpravah

આજે દમણ-દીવના સાંસદ તરીકે ઉમેશભાઈ પટેલના 100 દિવસ પૂર્ણઃ વાયદાઓની સમયમર્યાદા પણ ખતમ

vartmanpravah

આણંદ જિલ્લાના મણીલક્ષ્મી જૈન તીર્થ ખાતે ભારત વિકાસ પરિષદ ગુજરાતનો પ્રદેશ મહાઅભ્‍યાસવર્ગ-2024 યોજાયો

vartmanpravah

ગણદેવી – વાંસદા સહિત જિલ્લામાં આચાર સંહિતાનો અમલ થતા 1542 હોડિંગ અને પેઈન્‍ટીગ દૂર કરાયા

vartmanpravah

વાપીની કંપનીમાં લાગેલી આગમાં ઍક કામદાર બળીને ભડથું

vartmanpravah

Leave a Comment