(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.28
દાદરા નગર હવેલી વન વિભાગ દ્વારા આઝાદીના 75વર્ષે અમળત મહોત્સવ ઉજવી રહ્યું છે. એ સાથે 2થી 8ઓક્ટોબર દરમ્યાન વન્યજીવન સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે.
જેમા રજી ઓક્ટોબરના ઉદ્ઘાટન અને ટ્રેકિંગ સાતમાલીયા અભ્યારણ ખાતે 4થી ઓક્ટોબરના રોજ નિબંધ સ્પર્ધા,5મી ઓક્ટોબરનારોજ ડ્રોઈંગ સ્પર્ધા, 6ઠ્ઠી ઓક્ટોબરના રોજ વક્તળત્વ સ્પર્ધા, 7મી ઓક્ટોબરના રોજ કવીઝ સ્પર્ધા અને સૂત્ર સ્પર્ધા ફોરેસ્ટ હાઉસ સેલવાસ ખાતે શાળાના વિદ્યાર્થીઓ માટે આયોજીત કરવામા આવેલ છે. 8મી ઓક્ટોબરના રોજ ટ્રેકિંગ ફોટોગ્રાફી કોલેજના વિદ્યાર્થીઓ માટે સાતમાલીયા ડિયર પાર્ક ખાતે આયોજીત કરવામા આવેલ છે.