September 4, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

કલેક્‍ટર રાકેશ મિન્‍હાસના નેતૃત્‍વ હેઠળ સેલવાસમાં નરોલી રોડ પર બ્‍યુટીફેક્‍શન અંગે યોજાયેલી બેઠક

સ્‍માર્ટસીટી પ્રોજેક્‍ટ અંતર્ગત દાનહની સુંદરતા માટે બ્‍યુટીફીકેશનમાં સહયોગ આપવા તાકીદ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.24

સેલવાસ કલાકેન્‍દ્ર હોલ ખાતે કલેકટરની અધ્‍યક્ષતામાં સેલવાસ નરોલી ભીલાડ મુખ્‍ય રોડ પર આવેલ ઘરો હોટલ દુકાનોની આગળના ભાગે બ્‍યુટીફીકેશન કરવા અંગે સ્‍થાનિકો સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
‘સ્‍માર્ટસીટી પ્રોજેક્‍ટ’ અંતર્ગત દાનહ પ્રદેશ સુંદર દેખાય અને ચમકી ઉઠે એના માટે બ્‍યુટીફીકેશન કરવા માટે તાકીદ કરવામાં આવી હતી. જેમાં આગળની સાઇડે માટીનો ઢગલો કરી એના પર ગ્રીન લોન લગાવવામાં આવનાર છે અને જો કોઈએ જાતે ના કરી શકે એમ હોય તો એજન્‍સી દ્વારા પણ બ્‍યુટીફીકેશનનું કામ કરી આપવામાં આવશે. જેનો ભાવ 20 રૂપિયા ફૂટનો રહેશે. આ કાર્ય એક મહિનાની અંદર પૂર્ણ કરવા સ્‍થાનિકોને સહયોગ આપવા તાકીદ કરાઈ છે.
આ અવસરે કલેકટર ડો. રાકેશ મિન્‍હાસ, સેલવાસ આરડીસી ચાર્મી પારેખ ખાનવેલ આરડીસી, વનવિભાગના અધિકારીઓ મામલતદાર સહિત સેલવાસ નરોલી રોડની આજુબાજુ રહેતા રહેવાસીઓ દુકાનદારો હોટલ સંચાલકો વેપારીઓ ઉપસ્‍થિત રહ્યાહતા.

Related posts

કપરાડાના હુડા ગામે ઘાટ ચઢતા ટ્રક પલટી મારી જતા ક્‍લિનરનું ઘટના સ્‍થળે મોત

vartmanpravah

વલસાડ પોલીસે 13 પોલીસ સ્‍ટેશનનો જપ્ત કરેલો રૂા.8.37 કરોડના જથ્‍થા ઉપર રોલર ફેરવ્‍યું

vartmanpravah

સેલવાસની પ્રાથમિક કેન્‍દ્ર શાળા હિન્‍દી માધ્‍યમના વિદ્યાર્થીઓ દ્વારા જાગૃકતા રેલી યોજાઈ

vartmanpravah

વાપી ટ્રાન્‍સપોર્ટ એસોસિએશન દ્વારા ત્રિદિવસીય ટ્રાન્‍સપોર્ટ પ્રિમિયર લીગનો વી.આઈ.એ. ગ્રાઉન્‍ડમાં પ્રારંભ

vartmanpravah

વાપી હોટલ પેપીલોન પરિવાર દ્વારા રામ નવમીએ યોજાયેલ મહા રક્‍તદાન શિબિરમાં 411 યુનિટ રક્‍ત એકત્ર કરાયું

vartmanpravah

અંડર-19 રાજ્‍યકક્ષા કુસ્‍તી સ્‍પર્ધામાં સારસ્‍વત સ્‍કૂલ વિજેતા

vartmanpravah

Leave a Comment