July 24, 2026
Vartman Pravah
સેલવાસ

સંઘપ્રદેશમાં આરોગ્‍ય વિભાગ દ્વારા ‘વિશ્વ હડકવા દિવસ’ની ઉજવણી કરવામાં આવી

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 28
હડકવા અને તેના નિવારણ અંગે જાગળતિ લાવવા માટે 28 સપ્‍ટેમ્‍બરના રોજ દર વર્ષે ‘વર્લ્‍ડ રેબીઝ ડે’ તરીકે ઉજવવામાં આવે છે. હડકવાએ ઝિનેટીક રોગ છે જે હડકવા વાયરસને કારણે થાય છે જે પ્રાણીઓથી મનુષ્‍યમાં ફેલાય છે. આ દિવસનો મુખ્‍ય ઉદ્દેશ આ રોગ અંગેની જાણકારી વધારવા અને લોકોને આ રોગથી બચવા માટે જાગૃત કરવાનો છે.
આ ક્રમમાં, આરોગ્‍ય વિભાગ, દાદરા નગર હવેલી અને દમણ-દીવ દ્વારા આજે 28 સપ્‍ટેમ્‍બર, 2021 ના રોજ ‘વિશ્વ હડકવા દિવસ’ ઉજવવામાં આવ્‍યો હતો, જેમાં લોકોને આ રોગ અંગે જાગળત કરવા માટે સંઘપ્રદેશના ત્રણેય જિલ્લાના ગામડાઓ અને શાળાઓમાં જાગળતિ અભિયાન હાથ ધરવામાં આવ્‍યું હતું. આરોગ્‍ય વિભાગ અને પશુપાલન વિભાગના સંયુક્‍ત નેજા હેઠળ શ્વાન માટે એન્‍ટી રેબીઝ (હડકવા વિરોધી) રસીકરણ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું, જેમાં 67 શ્વાનોને રસી આપવામાં આવી હતી. સાથોસાથ ‘નમો મેડિકલ’ કોલેજ દ્વારા આરોગ્‍ય કર્મચારીઓ માટે ખાસ ઓનલાઈન તાલીમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ અંગે વધુ માહિતી આપતા, આરોગ્‍ય વિભાગે જણાવ્‍યુંહતું કે આ વર્ષે ‘વિશ્વ હડકવા દિવસ’ની થીમ છે ‘હડકવાઃ હકીકતો, ભય નથી’ જે લોકોના ભયને દૂર કરવા અને તેમને તથ્‍યોથી સશક્‍ત બનાવવા પર આધારિત છે. હડકવા એક ગંભીર રોગ છે, પરંતુ જો યોગ્‍ય સમયે રસી આપવામાં આવે તો આ રોગથી બચી શકાય છે. આ સાથે, લોકોને વિનંતી કરવામાં આવી હતી કે જો કોઈ વ્‍યક્‍તિને પ્રાણીઓ કે જેમાં ખાસ કરીને કૂતરા કરડે છે, તો તરત જ તેના નજીકના આરોગ્‍ય કેન્‍દ્રમાં જવું અને ડોક્‍ટરની સલાહ મુજબ તેનું સંપૂર્ણ રસીકરણ કરાવવું.
હડકવા સંબંધિત કોઈપણ માહિતી માટે, તમારા નજીકના આરોગ્‍ય કેન્‍દ્ર અથવા ટોલ ફ્રી નંબર 104 નો સંપર્ક કરો.

Related posts

આજે દમણ જિલ્લાની શાળાઓમાં પ્રિ-પ્રાઈમરી અને પ્રથમ ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળા પ્રવેશોત્‍સવ યોજાશે

vartmanpravah

દાનહમાં શરૂ થઈ શૈક્ષણિક ક્રાંતિઃ આદિવાસી બાળકોના ડોક્ટર ઍન્જિનિયર બનવાના સપના સાકાર

vartmanpravah

ખાનવેલ સબ ડિવિઝનલ મેજિસ્‍ટ્રેટે મોર્રમ અને અન્‍ય ખનીજોના ખનન પર લગાવ્‍યો પ્રતિબંધ

vartmanpravah

સેલવાસની હવેલી ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચમાં નવરાત્રી પર્વ નિમિત્તે ગરબાનું આયોજન કરાયું

vartmanpravah

સેલવાસની હવેલીઈન્‍સ્‍ટીટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચમાં ઈન્‍ટ્રા કોલેજ મૂટ કોર્ટ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

જનરેશન ગેપ એ એક ભ્રમ છે, અંધ બાપ પણ પોતાના દિકરાને અનુભવના ખભે બેસાડી દૂરનું બતાવી શકે છે!

vartmanpravah

Leave a Comment