August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

જનરેશન ગેપ એ એક ભ્રમ છે, અંધ બાપ પણ પોતાના દિકરાને અનુભવના ખભે બેસાડી દૂરનું બતાવી શકે છે!

તૂટી-ફૂટી હિન્‍દી સમજનાર પેલાં બાપને દીકરાના આ શબ્‍દો છાતીની આરપાર નીકળી ગયા. છતાં શ્વાસે પણ તેણે મોત અનુભવ્‍યું. લિફટ દ્વારા પોતાના વહાલસોયાને ઉમંગથી મળવા આવેલો એ બાપ માથાના ફાડિયાથી રડવાના અવાજને દબાવાનો પ્રયત્‍ન કરતો કરતો ક્‍યારે પગથિયાં ઉતરી ગયો તેની તેને ખબર નહીં રહી! કહે છે કે તે બાપે તેના દીકરા માટે જીવતું જગતીયું કરી નાંખેલું

1980ના દાયકાની વાત છે.
એ સમયે સૌરાષ્‍ટ્રના નવયુવાનો પૈસા ખર્ચી હીરા ઘસવાનું શીખતાં. તેમાં કમાણી ખૂબ થતી. રોજગાર માટે આ હુન્નર ત્‍યારે ખૂબ ફાલેલો.
ભાવનગર જિલ્લાના એક ગરીબ પરિવારના નવયુવાનને પણ આ હુન્નરમાં ઝંપલાવવા માટે ઉત્‍કંઠા જાગી. હીરા ઘસવાની તાલીમ માટે એ સમયે પાંચથી દશ હજાર રૂપિયાનો ખર્ચ થતો. ત્‍યારે એ રકમ મોટી કહેવાતી. એ યુવાનના પિતાએ પેટે પાટા બાંધી તાલીમ માટે તેને ભાવનગર મોકલ્‍યો. ચારેક મહિનામાં તે કુશળ કારીગર થઈ ગયો. ઘરની પણ સ્‍થિતિ સારી થઈ. પાંચેક વર્ષ પછી તો તે યુવકને હીરાની લે-વેચમાં પણ ફાવટ આવી ગઈ.
પછી તો તે મુંબઈ પહોંચી ગયો. ત્‍યાંપણ તે સંસ્‍કારી યુવાન તેની કુશળતાથી આગળ વધી ગયો. મુંબઈની હીરા માટે વિખ્‍યાત ‘પંચરત્‍ન’ બિલ્‍ડિંગની ઓફિસમાં તેણે હીરાના ધંધામાં અન્‍ય સાથે ભાગીદારી કરી જમાવટ કરી લીધી. શરૂના વર્ષોમાં ભાવનગરના ગામડાંમાં રહેતા માબાપની તે ખૂબ સાર સંભાળ રાખતો. અવરનવર ત્‍યાં જતો. પણ મુંબઈની માયાનગરીમાં વેપારની વ્‍યસ્‍તતા અને પૈસાની રેલમછેલમમાં ધીરે ધીરે પરિવાર ભુલાઈ ગયો. પોસ એરિયાના ફલેટમાં મિત્રો અને વેપારો સાથે મોજ મઝામાં ડૂબેલો એ યુવાન માબાપને પણ ભૂલી ગયો. તેમને કોઈ કાગળ-પત્ર પણ નહીં. વળી પૈસા મોકલવાનું પણ બંધ કરી દીધું. હવે તો દારૂ, ધૂમ્રપાન, માંસાહાર અને પરષાીગમનની મસ્‍તીમાં બધાં જ સંસ્‍કારો ભૂલાઈ ગયા.
પાંચ-સાત વર્ષનો સમય વીતી ગયો. માતાપિતા તેની ગતિવિધિ સાવ અજાણ થઈ ગયા! મારો દીકરો શું કરતો હશે? દેવામાં ડૂબ્‍યો હશે? કયાં રહેતો હશે? શું ખાતો હશે? આવી અનેકવિધ ચિંતાઓની હાંડીમાં માબાપ વલોવાઈ રહ્યા હતાં . મહામહેનતે બાપે તેની ભાળ કાઢી. દીકરાનું સરનામું મળ્‍યું એટલે બાપ તેને મળવા અધીરો બની ગયો. નજીકના ગામના એક હીરાનું જ કામ કરતાં નવયુવાનના સહારે તે છોકરાનો બાપ પુત્રને જોવા મુંબઈ પહોંચ્‍યો.
બપોરના બે વાગ્‍યાના સુમારેકાઠિયાવાડી ચોયણો, કેડિયું અને માથે ફાડીયું બાંધેલ દેશી પરિવેશમાં સીકયુરીટીને મહામહેનતે પાર કરી ‘પંચરત્‍ન’ બિલ્‍ડિંગની ઓફિસમાં તે બાપ પહોંચ્‍યો. છોકરીઓ અને મિત્રો સાથે દારૂની પાર્ટીના છાકટા વાતાવરણમાં સંગીતના તાલે ઠુમકા લેતાં પોતાના વહાલસોયા પુત્રને જોઈ તે સાヘર્ય ભેટી પડયો. આનંદનો અતિરેક આંસુઓમાં વહી પડયો!
આ રીતે વગર નોટિસે પધારેલા પિતાશ્રીના પાવન પગલાથી તે પરેશાન થઈ ગયો. એ કાંઈ પણ વિચારે તે પહેલાં જ આ મહેફિલમાં ભંગ પાડનાર આ આધેડ વયનું ‘પ્રાણી’ (હા, સાચું વાંચ્‍યું) જોઈ હન્‍દીમાં કોઈ સોબતીએ તેને પૂછી નાંખ્‍યું, ‘યે કૌન હૈ.’
પોતાની લાજ કહો કે સ્‍ટેટસ બચાવતાં પેલા યુવાને જૂઠની ઢાલ ધરીઃ ‘અરે, યહ તો મેરા પુરાના નૌકર હૈ. ગાંવ મેં ઘર પે કામ કરતાં થા.’
તૂટી-ફૂટી હિન્‍દી સમજનાર પેલાં બાપને દીકરાના આ શબ્‍દો છાતીની આરપાર નીકળી ગયા. છતાં શ્વાસે પણ તેણે મોત અનુભવ્‍યું. લિફટ દ્વારા પોતાના વહાલસોયાને ઉમંગથી મળવા આવેલો એ બાપ માથાના ફાડિયાથી રડવાના અવાજને દબાવાનો પ્રયત્‍ન કરતો કરતો કયારે પગથિયાં ઉતરી ગયો તેની તેને ખબર નહીં રહી! કહે છે કે તે બાપે તેના દીકરા માટે જીવતું જગતીયું કરી નાંખેલું.
આ સત્‍ય ઘટનાઆજના સમાજનું વાસ્‍તવિક ચિત્ર છે. આ હૃદયદ્રાવક વાતને બધાંએ ખૂબ સમજવાની જરૂર છે. જે માતપિતાએ અતિ કષ્ટ સહન કરી આપણું લાલન-પાલન કર્યું હોય તેને આવી રીતે અપમાનિત કરવું, તેની દેખભાળ ન કરવી કે વૃદ્ધાશ્રમમાં છોડી આવવા તે કેટલી નિષ્ઠુરતા છે?
આજકાલ માતાપિતાને માથાનો દુઃખાવો ગણાય છે! તેઓને સિફતતાપૂર્વક, પૈસાને જોરે વૃદ્ધાશ્રમમાં ધકેલતા પિતૃભક્‍તિનો – ઉપકારનો અંચળો પહેરનાર સંતાનોએ આ વિચારવું પડશે. ‘જનરેશન ગેપ’નું બહાનું બતાવી તેઓની આવી મજાક કરવાની? યાદ રાખો, માતાપિતાનો અનુભવ તમારાથી વધુ છે. જનરેશન ગેપ એ એક ભ્રમ છે. એક અંધ બાપ પણ પોતાના દીકરાને અનુભવના ખભે બેસાડી દૂરનું બતાવી શકે છે! એટલે જ આપણાં ઉપનિષદો શૈશવથી જ બાળકોને માતૃદેવો ભવઃ અને પિતળદેવો ભવઃ ની ભાવનાને અંકુરિત કરવા પ્રેરણા આપતા.
તમારાથી યુક્‍તિપર્વક તિરસ્‍કાર પામેલાં એ માબાપ વૃદ્ધાશ્રમમાં પણ તમારાં કોલની રાહ જોતાં હોય છે! માંદગીના બિછાને તમારી પ્રત્‍યક્ષ હાજરીને ઝંખતા હોય છે! ‘હું આવું છું’ એવાં તમારા શબ્‍દોથી તમારી પ્રતિક્ષા કરતી તેમની નજર સતત વૃદ્ધાશ્રમના મુખ્‍ય ગેઈટ પર મંડારાયેલી હોય છે! શું આવી દુષ્‍કર અને દયામય સ્‍થિતિને તમે કલ્‍પી શકો છો ખરાં?
તેમનાઅનંત ઉપકારોનું ઋણ ચૂકવવા માટે વડીલોને વૃદ્ધાશ્રમમાં ન મોકલો. હોય તો સન્‍માનપૂર્વક ઘરે લાવો. નહીં તો એમનો નિસાસો તેમની ગેરહાજરીમાં તમને સતત સતાવતો રહેશે. હજુ પણ મોડું નથી થઈ ગયું!

Related posts

સેલવાસ ફેડરેશન ઓફ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના અધ્‍યક્ષ બનતા અતુલ શાહઃ મહામંત્રીની જવાદબારી કે.ટી. પરમારના શિરે

vartmanpravah

મહેસૂલી વિભાગને લગતા પ્રજાજનોના પ્રશ્નોના સ્થળ ઉપર નિકાલ માટે નવસારીથી  “મહેસૂલી મેળા”નો શુભારંભ કરાવતા મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી

vartmanpravah

દમણ રોડ શો દરમિયાન આયોજીત રંગારંગ કાર્યક્રમને મળેલા અભૂતપૂર્વ સમર્થનના ઉપલક્ષમાં દમણ પ્રવાસી રાજસ્‍થાની સમાજ દ્વારા યોજાયો આભાર પ્રસ્‍તાવ કાર્યક્રમ

vartmanpravah

દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડની કારોબારી બેઠક નાયબ કલેક્‍ટર મોહિત મિશ્રાની હાજરીમાં સંપન્ન સ્‍કાઉટ ગાઈડ શિક્ષણના સ્‍તરને વેગ આપશેઃ મોહિત મિશ્રા

vartmanpravah

પાલીધૂંયા વન વિભાગની જમીનમાં ચાલેલું માટી ચોરીનું રેકેટ

vartmanpravah

વાપીના લવાછામાં રાત્રે એ.ટી.એમ.ની ઓથમાં લપાતો-છુપાતો શંકાસ્‍પદ યુવાન ઝડપાયો

vartmanpravah

Leave a Comment