October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસની હવેલીઈન્‍સ્‍ટીટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચમાં ઈન્‍ટ્રા કોલેજ મૂટ કોર્ટ સ્‍પર્ધા યોજાઈ

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ,તા.25: સેલવાસની હવેલી ઈન્‍સ્‍ટીટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચ મૂટ કોર્ટ સોસાયટીના સહયોગ દ્વારા ઈન્‍ટ્રા કોલેજ મૂટ હરીફાઈનું આયોજન કરવામાં આવ્‍યું હતું. મૂટ કોર્ટ એક વાસ્‍તવિક અદાલત કક્ષનું લઘુ સંસ્‍કરણ છે, જ્‍યાં કાનૂની પ્રક્રિયા અને પરીક્ષણ આયોજીત કરવામાં આવે છે એને મૉક કોર્ટના રૂપે પણ જાણવામાં આવે છે. જેમાં કાયદાના વિદ્યાર્થીઓ વકીલ તરીકે કાર્ય કરે છે અને પ્રત્‍યેક પક્ષ વાદી અને પ્રતિવાદીને સાક્ષીનો ઉપયોગ કરી રજૂ કરવામાં આવે છે અને તેઓ ન્‍યાયાધીશની સામે પોતાની સ્‍થિતિ સાબિત કરવા માટે એકબીજા સાથે ચર્ચા કરે છે.

કાયદાના પ્રાસંગિક સવાલોના આધારે વિજેતા નક્કી કરવામાં આવે છે. સમાપન પ્રસંગે એડવોકેટ શ્રી પરિમલ સંઘવી અને શ્રી સની ભીમરાને આમંત્રિત કરવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે લાયન્‍સ ક્‍લબ ઓફ સિલ્‍વાસા ચેરીટેબલ ટ્રસ્‍ટના અધ્‍યક્ષ ફત્તેહસિંહ ચૌહાણે શિક્ષકો અને વિદ્યાર્થીઓના પ્રયાસની સરાહના કરી હતી. આ પ્રતિયોગિતા દરમ્‍યાન સચિવ શ્રી એ.નારાયણન, કોષાધ્‍યક્ષ શ્રી વિશ્વેશ દવે, સંયુક્‍ત સચિવ શ્રી જયેન્‍દ્રસિંહ રાઠોડ, શ્રી હીરાભાઈ પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા.સ્‍પર્ધાનું સંયોજન સહાયક પ્રોફેસર શ્રી વિનીતકુમાર ચૌબે અને શ્રી સુમન શર્માએ કર્યુ હતું. સમાપન પ્રસંગે વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્‍કાર અને પ્રમાણપત્ર આપવામાં આવ્‍યા હતા.

Related posts

દીવ વણાંકબારા કોસ્‍ટલ પોલીસે દારૂ સાથે એક વ્‍યકિતની કરેલી ધરપકડ

vartmanpravah

ભીલાડ-બરોડા મેમુ ટ્રેનમાં ડુંગરી નજીક બે ખુદાબક્ષ મુસાફરોએ ટી.સી. ઉપર હુમલો કરી લૂંટ ચલાવી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ

vartmanpravah

ટુકવાડામાં પાંજરામાં રાખેલ મારણ કરવા જતા ખુંખાર દિપડો પાંજરે પુરાયો

vartmanpravah

સિકલસેલ એનિમિયા અંગે જાગૃતિ ફેલાવવા ધરમપુરના ઉગતા ગામની આશ્રમશાળામાં પપેટ શો યોજાયો

vartmanpravah

રેલવેનો અજબ ગજબનો નિયમ કરમબેલાથી વાપી પેસેન્‍જર ટ્રેનમાં એક્‍સપ્રેસ ટ્રેનનું ભાડું લાગે છે

vartmanpravah

Leave a Comment