Vartman Pravah
Breaking Newsગુજરાતવાપી

વાપી ગોવિંદા કોમ્‍પલેક્ષમાં એગ્રીકલ્‍ચર બનાવટી દવાઓનું નેટવર્ક ઝડપાયું : 11.23 લાખનો મુદ્દામાલ જપ્ત : નવજ્‍યોત એગ્રો એન્‍ડ કેમીકલ ટ્રેડર્સના સંચાલક નવ કિશોર દુબેની ધરપકડ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.19
વાપી મેઈન ચાર રસ્‍તા પાસે આવેલગોવિંદા કોમ્‍પલેક્ષમાં બનાવટી એગ્રો કંપનીઓની દવાનું રેકેટ કંપનીની વિઝીલન્‍સ સ્‍કોર્વોડ ઝડપી પાડી 11.ર3 લાખના મુદ્દામાલ સાથે પોલીસે વેપારીની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર હાઈવે ચાર રસ્‍તા નજીક આવેલ ગોવિંદા કોમ્‍પલેક્ષમાં નવજયોત એગ્રો એન્‍ડ કેમીકલની દુકાન નવલકિશોર સંપતરાય દુબે ચલાવી રહેલ છે. બાયર, યુપીએલ જેવી પ્રખ્‍યાત કંપનીની દવાઓનું ડુપ્‍લીકેશન દુકાનમાં ચાલતુ હતું. તેવી માહિતી કંપનીની વિઝીલન્‍સને મળતા તેમની ટીમ ગોવિંદા કોમ્‍પલેક્ષમાં ત્રાટકી હતી. કારમાં રાખેલ જથ્‍થો અને દુકાનમાં રાખેલ જથ્‍થો મળીને વિઝીલન્‍સને 11.ર3 લાખનો મુદ્દામાલ જપ્ત કરી, પોલીસમાં દુકાન માલિક નવલકિશોર દુબે વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Related posts

વાપી સ્‍ટેશન નજીક મેમુ ટ્રેનમાં યુવાને પડતુ મુકી આપઘાત કર્યો

vartmanpravah

વાપી ચાર રસ્‍તા પાસે કન્‍ટેનરની અડફેટે આવેલ બાઈક ચાલકનું સારવારમાં મોત નિપજ્‍યું

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ 75 જિલ્લામાં 75 ડિજિટલ બેંકિંગ યુનિટોનો કરાવેલો શુભારંભ:  સેલવાસની શાખાને પણ મળેલું સ્થાન

vartmanpravah

ચાલવા નીકળેલ પરિયાનો યુવક ગુમ

vartmanpravah

એ.બી.વી.પી. દ્વારા વલસાડ કોલેજ કેમ્‍પસમાં યોજાયેલ ફ્રેસર પાર્ટીમાં હજારો વિદ્યાર્થીઓ એકઠા થયા

vartmanpravah

સંઘપ્રદેશ સહિત વલસાડ જિલ્લાનો ભંડારી સમાજ સ્‍તબ્‍ધ દાનહના ખરડપાડા ખાતે ‘‘પતિ-પત્‍ની ઔર વો”ના કિસ્‍સામાં કરૂણ અંજામઃ પત્‍નીએ પોતાના કુંવારા પ્રેમી સાથે મળી પતિની ગળું દબાવી કરેલી હત્‍યા

vartmanpravah

Leave a Comment