October 14, 2025
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ધરમપુરમાં વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમમાં રૂ.2.07 કરોડના કામોનું લોકાર્પણ અને રૂ.12.51 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરાયું

નારી ગૌરવ નીતિ અમલમાં મુકનારું ગુજરાત દેશભરમાં પ્રથમ રાજ્યઃ જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન શાહ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.12: ધરમપુરની આદર્શ નિવાસી શાળામાં ગુજરાત સરકાર દ્વારા પ્રાંત કક્ષાના વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત ધરમપુર અને કપરાડા તાલુકામાં રૂ.2.07 કરોડના 25 વિકાસના કાર્યોનું ઇ-લોકાર્પણ તથા રૂ. 12.51 કરોડના 46 કામોનું ઇ-ખાતમુહૂર્ત કરાયું હતું.
આ અવસરે અધ્યક્ષ સ્થાનેથી વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્કાબેન શાહે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ખૂણેખૂણેના વિકાસ માટે નાખેલા પાયા ઉપર આજે નિર્ણાયક મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ વિકાસની મજબૂત ઇમારત આકાર લઈ રહી છે. ગુજરાતના વિકાસ માટે ડબલ એન્જિન વાળી સરકાર દ્વારા ગુજરાત વિકાસના નવતર સીમાડા સર કરી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસના કાર્યોને પ્રજાજનો સુધી પહોંચાડવાના પ્રયાસ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા વિશ્વાસથી વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતે છેલ્લા 20 વર્ષમાં વિકાસના એક પણ ક્ષેત્ર બાકી રાખ્યું નથી. દરેક ક્ષેત્રમાં હરણફાળ ભરી છે. ગુજરાતના આર્થિક વિકાસમાં લઘુ,મધ્યમ અને કુટીર ઉદ્યોગોના વિકાસ માટે પણ પદ્ધતિસરનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત ભારતનું ઓટો હબ બનવા જઈ રહ્યું છે. ગુજરાતે કૃષિ અને ઉદ્યોગ આમ બને ક્ષેત્રમાં પણ હરણફાળ ભરી છે. આજની યુવા પેઢી બેરોજગાર ન રહે એ માટે આપણી સરકારે ઘણા પ્રયત્ન કર્યા છે. રાજયમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે અને બાળકોનો વિકાસ થાય એ હેતુસર છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે પણ અનેક પગલાઓ ભર્યા છે. ઘરે ઘરે શૌચાલય બનાવી મહિલાઓનું સન્માન વધાર્યું છે. બહેનોની ચિંતા કરી ઉજ્જવલા યોજના થકી ગેસની સુવિધા આપી છે. મહિલાઓ આત્મનિર્ભર બને એ માટે સખી મંડળની રચના કરી ઝીરો ટકા વ્યાજે લોન આપી સહાય કરી છે. ખેડૂતો માટે પણ અનેક કલ્યાણકારી યોજનાઓ બહાર પાડી છે. હર ઘર નલ સે જલ યોજના હેઠળ અંતરિયાળ વિસ્તારમાં પણ પાણીની સુવિધા પૂરી પાડી છે. વીજળી માટે જ્યોતિગ્રામ યોજના અમલમાં છે. આયુષ્યમાન ભારત યોજના દ્વારા રૂપિયા પાંચ લાખ સુધીની મફત મેડીકલ સુવિધા, પોષણ અભિયાન અંતર્ગત કુપોષણ નિવારણ, નારી વિકાસને લગતી સર્વગ્રાહી નારી ગૌરવ નીતિ અમલમાં મુકનારું ગુજરાત દેશભરમાં પ્રથમ રાજ્ય છે. મહાનુભાવોના હસ્તે દીપપ્રાગટય બાદ મામલતદાર કપરાડાએ સ્વાગત પ્રવચન અને કાર્યક્રમને અનુરૂપ ઉદબોધન કર્યું હતું.
આ પ્રસંગે માહિતી ખાતા દ્વારા તૈયાર કરાયેલી ગુજરાતની વિકાસ ગાથા ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
આ અવસરે વલસાડ જિલ્લા સંગઠનના પ્રમુખ હેમંતભાઈ કંસારાએ જણાવ્યું કે, ગુજરાત સરકાર છેલ્લા 20 વર્ષથી વિકાસની યાત્રા અવિરતપણે લઈ ચાલી આવી રહી છે. ગુજરાતે વિકાસમાં હરણફાળ ભરી છે. સરકારના વિવિધ વિભાગો દ્વારા ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્ય થકી લોકોની સુખાકારી, સગવડો મળે એ રાજ્ય સરકારના મક્કમ નિર્ધાર થકી પીએમશ્રી નરેન્દ્રભાઇ મોદી અને સીએમશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગુજરાતને એક આગવું સ્થાન અપાવ્યું છે. ગુજરાત મોડલ તરીકે ગુજરાતે દેશભરમાં હરણફાળ ભરી છે. ગુજરાત આરોગ્ય ક્ષેત્રે સતત કાર્ય કરી રહ્યું છે. 108ની સુવિધા આપી, કોરોના મહામારીમાં રસીકરણને લઈ ઘણા લોકોના જીવ બચી શક્યા છે. રસ્તાઓ બનાવ્યા તેમજ આદિજાતિ વિભાગ દ્વારા મફત અનાજ વિતરણ, ઘઉંનું પ્રમાણ ઓછું કરી ચોખાનું પ્રમાણ વધાર્યું છે. અહીંના વિદ્યાર્થીઓને રાજ્ય બહાર નહીં જવું પડે એ માટે રાજ્ય સરકારે મહત્તમ કોલેજોની સ્થાપના કરી છે. સિંચાઈ પીવાના પાણીની વ્યવસ્થા, અસ્ટોલ પાણી પુરવઠા યોજના થકી અશક્યને શક્ય કરી બતાવ્યું છે. સરપંચોને સ્વાયત્તા આપી છે.
ધરમપુર પાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન દેસાઈએ જણાવ્યું કે, દેશમાં કૃષિથી માંડી આંતર માળખાકીય સવલતો શિક્ષણ, રોજગાર, પરિવહન, પ્રવાસન સહિત તમામ ક્ષેત્રે ગુજરાત વિકાસની સફળતાના શિખરે પહોચ્યુ છે. ગુજરાત મોડલની અસર અન્ય રાજ્યમાં તેમજ દુનિયાના ઘણા દેશોમાં થઈ છે. જેનો શ્રેય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના ફાળે જાય છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે પ્રજાને આપેલા વિશ્વાસ આ વિકાસ યાત્રાથી સંપાદન કર્યો છે.
આ અવસરે ગુજરાત વિકાસની ગાથા દર્શાવતી ફિલ્મ નિદર્શન કરાઈ હતી. આ અવસરે પ્રાંત અધિકારી કેતુલ ઇટાલીયા, ધરમપુર મામલતદાર એફ.બી.વસાવા, તા.પ. પ્રમુખ રમીલાબેન ગાંવિત, ગણદેવી સંગઠન પ્રભારી ગણેશભાઈ બિરારી, તા.પ.સભ્યો, પાલિકા સભ્યો, વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ, લોકો ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ ધરમપુર તાલુકા વિકાસ અધિકારી એસ.એન.ગાવીતે કરી હતી.

Related posts

દમણ રાજ્‍ય કાનૂની સેવા પ્રાધિકરણ દ્વારા આપવામાં આવતી મફત કાનૂની સેવાઓ બાબતે થઈ રહેલોપ્રચાર

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા ગ્રામ્‍ય વિસ્‍તારમાં ડ્રોન વડે સર્વેની કામગીરી શરૂ કરાઈ

vartmanpravah

ચીખલીઃ વંકાલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જામનારી કાંટાની ટક્કર

vartmanpravah

સલવાવની બીએનબી સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં પ્‍લેસમેન્‍ટ સેલ દ્વારા વિદ્યાર્થીઓને પ્રિપ્‍લેસમેન્‍ટ અને કેરિયર કાઉન્‍સેલિંગ માટે ગેસ્‍ટ લેક્‍ચર યોજાયો

vartmanpravah

અયોધ્‍યામાં ભગવાન શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવના પાવન પ્રસંગે આજે સંપૂર્ણ સંઘપ્રદેશ રામમય બનશેઃ ભગવાન રામની દિવ્‍યતા અને ધન્‍યતાનો અહેસાસ

vartmanpravah

ગર્ભવતી મહિલાઓને સરકાર તરફથી મળતી સબસિડીનો હવાલો આપી છળકપટ કરી ઓનલાઈન લૂંટ ચલાવતા આરોપીની દમણ પોલીસે ઝારખંડના ગિરિડિહથી કરેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment