June 30, 2025
Vartman Pravah
Breaking Newsદમણદેશ

‘સંકલ્‍પ સપ્તાહ – સબકી આકાંક્ષાયેં – સબકા વિકાસ’ અંતર્ગત શુક્રવારે દમણ કૃષિ વિભાગ દ્વારા કચીગામના સરકારી કૃષિ ફાર્મમાં કૃષિ મહોત્‍સવ યોજાશે

કૃષિ મહોત્‍સવમાં વિવિધ સરકારી યોજનાઓની જાણકારી, ફાર્મની સાધન-સામગ્રીનું ડિસ્‍પ્‍લે, ગોબરધન અને બાયો-એગ્રો રિસોર્સના સંદર્ભમાં યોજાશે જાગૃતિ કાર્યક્રમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.04 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ તા.6 ઓક્‍ટોબરશુક્રવારના રોજ ‘સંકલ્‍પ સપ્તાહ – સબકી આકાંક્ષાયેં – સબકા વિકાસ’ અંતર્ગત કૃષિ વિભાગ દ્વારા નાની દમણ કચીગામમાં સરકારી કૃષિ ફાર્મ ખાતે કૃષિ મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે.
પુરા દિવસ દરમિયાન ચાલનારા કૃષિ મહોત્‍સવમાં સરકારી યોજનાઓની જાણકારી અને પ્રદર્શન, ફાર્મની સાધન-સામગ્રીનું ડિસ્‍પ્‍લે તથા ગોબરધન અને બાયો-એગ્રો રિસોર્સના સંદર્ભમાં જાગૃતિ ફેલાવવામાં આવનાર હોવાની સંઘપ્રદેશના કૃષિ વિભાગના નિર્દેશક સહ ઉપ સચિવ શ્રી શિવમ તેવટિયાએ જણાવ્‍યું છે. આ કૃષિ મેળામાં દમણની પંચાયતોના સરપંચો, જિલ્લા પંચાયત સભ્‍યો તથા ગ્રામ પંચાયત સભ્‍યોને ખાસ ઉપસ્‍થિત રહેવા તાકિદ કરાઈ છે.

Related posts

પંજાબમાં બનેલ ઘટનાનો પારડી ભાજપ યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન

vartmanpravah

ગણદેવી ખાતે ગ્રાહકોની જાગૃતિ અને અધિકાર અંતર્ગત સેમિનાર યોજાયો

vartmanpravah

અંકલાસમાં નિર્માણ થઈ રહેલી આદિત્‍ય ઈલેક્‍ટ્રો મેક પ્રાઇવેટ લિમિટેડ કંપની સામે પંચાયતની લાલ આંખ

vartmanpravah

પારડીના ઐતિહાસિક તળાવમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્‍યો

vartmanpravah

નવસારી અને સુરતના કાઉન્‍સિલરને સારી કામગીરી બદલ અભયમ ટીમ દ્વારા સન્‍માનિત કરાયા

vartmanpravah

દાનહ-બેડપા ગામના યુવાનોએ ખરાબ રસ્‍તાને જાતે જ રીપેરીંગ કર્યો

vartmanpravah

Leave a Comment