January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherદેશસેલવાસ

સેલવાસ નક્ષત્ર વન ગાર્ડનમાં સહેલગાહે આવતાં દરેક લોકોએ હવે ફી ચૂકવવી પડશે

પ્રશાસનેગાર્ડનની જાળવણી સહિત અન્‍ય મેઇન્‍ટેનન્‍સના ખર્ચ માટે ફી વસૂલવાનો લીધેલો નિર્ણયઃ પ્રવાસીઓ સહિત સ્‍થાનિક લોકોમાં કચવાટ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21 : દાદરા નગર હવેલીના સેલવાસ દમણગંગા નદી કિનારે આવેલ સુંદર, સૌંદર્યમય મનોરમ્‍ય નક્ષત્રવન ગાર્ડનમાં હજારોની સંખ્‍યામાં શહેરીજનો તેમજ ગુજરાત, મહારાષ્‍ટ્ર સહિત અન્‍ય પ્રદેશથી પ્રવાસીઓ સહેલગાહે આવે છે. તમામ માટે અહીં હરવા-ફરવા અને મોજમજા માટે પ્રવેશ નિઃશુલ્‍ક પ્રવેશ હતો, પરંતુ હવે નક્ષત્રવન ગાર્ડનમાં મુલાકાતે આવનાર પ્રવાસીઓને નિઃશુલ્‍ક પ્રવેશ મળશે નહીં, કારણ કે પ્રશાસન દ્વારા આ ગાર્ડનમાં આવતા પ્રવાસીઓ અને શહેરીજનો માટે હવેથી અલગ અલગ દરો વસૂલવાનું શરૂ કરી દેવામાં આવ્‍યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલીની ઓળખ પ્રવાસન સ્‍થળ તરીકે થાય છે તેમાંય સેલવાસ, ખાનવેલ, બિન્‍દ્રાબિન, દૂધની, દાદરા ગાર્ડન વગેરેમાં રોજીંદા હજારોની સંખ્‍યામાં પ્રદેશના લોકો તેમજ પ્રદેશ બહારના પ્રવાસીઓ સૌંદર્ય નિખારવા આ આકર્ષક સ્‍થળોની મુલાકાત લેતા હોય છે. સેલવાસ શહેરનું મુખ્‍ય આકર્ષણ એવા નક્ષત્ર વન ગાર્ડનમાં સવાર-સાંજ સ્‍થાનિકો વોકિંગ પર આવતા લોકો અને સહેલગાહે આવતા યુવાનો દ્વારા કેમેરા લઈ ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરતા હોય છે તેઓ તમામમાટે નિઃશુલ્‍ક હતું. પરંતુ હવેથી આ માટે પ્રશાસન દ્વારા ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે.
પ્રશાસન દ્વારા ચાર્જ વસૂલાતા લોકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે. પ્રશાસનને આ ગાર્ડનના દેખભાળ અને જરૂરી તમામ મેન્‍ટેનન્‍સ માટે ખર્ચની લાગત પુરી પાડવા ચાર્જ વસૂલવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં વિડીયોગ્રાફી માટે પાંચ સો રૂપિયા જેટલો ધરખમ ચાર્જ વસૂલવામાં આવે છે, તેથી યુવાઓની માંગ છે કે આ વસૂલી વ્‍યાજબી નથી જેથી એને ઓછો કરવામાં આવે. યુવાઓના જણાવ્‍યા પ્રમાણે વધુમાં વધુ યુવાઓ રીલ્‍સ અને ફોટોગ્રાફીના શોખ માટે કેમેરો લઈને આવે છે. ઇન્‍સ્‍ટગ્રામ, ફેસબુક લવર્સે વારંવાર ડી.પી. બદલવી પડે છે જેથી તેઓને વિડીયોગ્રાફી તેમજ ફોટોગ્રાફી નિઃશુલ્‍ક રાખવામાં આવે, ફક્‍ત ગાર્ડનમાં એન્‍ટ્રી ફી જ લેવી જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં શાળાઓમાં પરીક્ષા બાદ વેકેશન શરૂ થઈ રહ્યું છે જેથી અહીં આવતા પ્રવાસીઓએ પણ ફરજીયાત જે તે દર ચૂકવ્‍યા બાદ જ નક્ષત્રવન ગાર્ડનમાં પ્રવેશ મેળવવો પડશે.
નક્ષત્રવન ગાર્ડનમાં આવતા પ્રવાસીઓ અને શહેરીજનો માટે વનવિભાગ દ્વારા જે દરો નક્કી કરવામાં આવ્‍યા છે જેમાં નાના બાળકો માટે 10રૂપિયા, 12 વર્ષથી ઉપરના માટે 25 રૂપિયા, વિદેશી પ્રવાસીઓ માટે 125 રૂપિયા, દિવ્‍યાંગો માટે મફત, શાળાનાબાળકો જેઓ શૈક્ષણિક પ્રવાસ(એજ્‍યુકેશન ટુર) પર આવ્‍યા હોય તેઓને વિભાગની પરમિશન મળ્‍યા બાદ મફત પ્રવેશ છે. સાંજે અને સવારે જોગિંગ પર આવતા લોકો માટે ત્રણ મહિનાના માસિક પાસ 250 રૂપિયા, ફિલ્‍મ શુટિંગ માટે ડીસીએફની પરમીશન લીધા બાદ પચાસ હજાર રૂપિયા એડવાન્‍સ ચૂકવ્‍યા બાદ પરમિશન આપવામાં આવશે. પ્રોફેશનલ કેમેરા દ્વારા ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી માટે પાંચસો રૂપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્‍યો છે જે નિઃશુલ્‍ક હોવું જોઈએ.

Related posts

રાજસ્‍થાનમાં દલિત બાળકની પાણી પીવા મુદ્દે થયેલી હત્‍યાના વિરોધમાં આજે દમણ-દીવ અનુ.જાતિ/જનજાતિ વિચાર મંચ દ્વારા શાંત રેલીનું આયોજન

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ દાનહના સેલ્‍ટી સહિત દેશની પ0 એકલવ્‍ય મોડલ આવાસીય શાળાનું   કરેલું શિલાન્‍યાસ

vartmanpravah

દમણ જિ.પં.ના પ્રમુખ તરીકે નિમાતા નવિનભાઈ પટેલનું મરવડ ગ્રામ પંચાયત દ્વારા કરાયેલું શાહી અભિવાદન

vartmanpravah

સાયલી પીટીએસ ખાતે પોલીસ જવાનો માટે મેગા મેડિકલ કેમ્‍પયો જાયો

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની પ્રેરણા અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના આશીર્વાદથી આજે દમણવાડા ગ્રામ પંચાયત પોતાના 62મા સ્‍થાપના દિવસની ઉજવણી કરશે

vartmanpravah

સલવાવની, શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીઓની ઝળહળતી સિધ્‍ધી

vartmanpravah

Leave a Comment