-
આંખોમાં આંસુ સાથે ખુબ જ ભાવુક બની કલાબેન ડેલકરે પોતાના પતિના અધુરા કાર્યો પૂર્ણ કરવા વ્યક્ત કરેલો વિશ્વાસ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.08
લોકસભાની દાદરા નગર હવેલી બેઠકની પેટા ચૂંટણીમાં આજે શિવસેનાના ઉમેદવાર તરીકે શ્રીમતી કલાબેન મોહનભાઈ ડેલકરે પોતાનું ઉમેદવારીપત્રક જમા કરાવ્યું હતું. ઉમેદવારીપત્રક ભરવાની રેલીમાં શ્રી અભિનવ ડેલકર, ડો. ટી.પી.ચૌહાણ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે શિવસેનાના ઉમેદવાર શ્રીમતી કલાબેન ડેલકરે આંખમાં આંસુ સાથે ખુબ જ ભાવુક બની સ્વ. મોહનભાઈ ડેલકરના સ્વપ્નને સાર્થક કરવા પોતે ઉમેદવારી કરી હોવાનું જણાવ્યું હતું. તેમણે પોતાના પતિના અસામાયિક નિધનનો પણ ઉલ્લેખ કરી તેમના અધુરા કામો પૂર્ણ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
શ્રીમતીકલાબેન ડેલકરની રેલીમાં પણ નોંધપાત્ર માનવમેદની જોવા મળી હતી.