Vartman Pravah
Breaking Newsગુજરાતવાપી

પારડીમાં નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુભાઈ દેસાઈ ના હસ્‍તે 4 કરોડ 50 લાખના રસ્‍તાઓનું ખાતમુહૂર્ત

પારડી નગરપાલિકા વિસ્‍તારમાં 12 કરોડના ખર્ચે જી.ઇ.બી. નો દરેક કેબલ અંદર ગ્રાઉન્‍ડ કરી પારડી થશે કરટ પ્રુફ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.05
આજરોજ પારડી નગરપાલિકા ખાતે અનેક રસ્‍તાઓનું ગુજરાત સરકારના કેબિનેટ કક્ષાના નાણાં , ઉર્જા અનેપેટ્રોકેમિકલ્‍સ મંત્રી શ્રી કનુભાઈ એમ દેસાઈના હસ્‍તે ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યા હતા.કુલ 4,50,49,926 રૂપિયાના ખર્ચે વિવિધ રસ્‍તાઓ, આરસીસી સ્‍ટ્રોમ વોટર ડ્રેનેજ તેમજ પોકેટ ગાર્ડન બનાવવામાં આવશે. આ તમામ કામો 14મું નાણાપંચ અને 15 ટકા વિવેકાધીન યોજના હેઠળ બનાવવામાં આવી રહ્યા છે.
નગરના વિવિધ વિસ્‍તારો જેવા કે બંદર રોડ બાલાખાડી, નીલકંઠ સોસાયટી, વાત્‍સલ્‍ય સ્‍કૂલ પાસે, સ્‍વાતિ કોલોની તેમજ નુતન નગર લક્ષ્મી ઉદ્યાન પાસે રસ્‍તાઓ બનાવવામાં આવશે. જેમાં સ્‍ટેશન રોડથી હેલ્‍પીંગ હેન્‍ડ ચેરિટેબલ ટ્રસ્‍ટ સુધીના રસ્‍તાનું ડામર રોડ બનાવવાનું કામ 14માં નાણાપંચ યોજના હેઠળ 72,43,612 રૂપિયાના ખર્ચે કરવામાં આવશે.
નીલકંઠ સોસાયટીમાં ડામર રોડ બનાવવાનું કામ 14માં નાણાપંચ યોજના હેઠળ 32,43,930 રૂપિયાના ખર્ચે કરવામાં આવશે. દમણીઝાંપા જલારામ મંદિર સામેથી મોહન દયાળ હોસ્‍પિટલ અને કહાર વાડ સુધીના ડામર રોડ બનાવવાનું કામ 14માં નાણાપંચ હેઠળ 17,46,690 રૂપિયાના ખર્ચે કરવામાં આવશેે.
બહુચર માતાના મંદિરથી નેશનલ હાઇવે નંબર 48 અને ફેક્‍ટરીથી વ્‍હોરા મસ્‍જિદ સુધીના ડામર રોડ બનાવવાનું કામ 14 માં નાણાપંચ હેઠળ 17,03,849 રૂપિયાના ખર્ચે કરવામાં આવશે. ચીમનભાઈની દુકાનથી બ્રહ્મદેવમંદિર સુધીનું ડામર રોડ બનાવવાનું કામ 14માં નાણાપંચ હેઠળ 18,23,227 રૂપિયાના ખર્ચે કરવામાં આવશે.સુખલાવ મેઇન રોડથી હનુમાન મંદિર સુધી ડામર રોડ બનાવવાનું કામ 14માં નાણાપંચ હેઠળ 11,09,806 રૂપિયાના ખર્ચે કરવામાં આવશે. ચીવલ રોડથી બાલદા જીઆઇડીસી સુધીના ડામર રોડ બનાવવાનું કામ 14 માં નાણાપંચ હેઠળ 10,20,561 રૂપિયાના ખર્ચે કરવામાં આવશે.
કોથરવાડી બાલમંદિરથી ગંગાબેન પટેલના ઘર સુધી ડામર રોડ બનાવવાનું કામ 14માં નાણાપંચ હેઠળ 9,29,663 રૂપિયાના ખર્ચે કરવામાં આવશે. સ્‍વાતિ કોલોનીના આંતરિક રસ્‍તાઓ ડામર રોડ બનાવવાનું કામ 15ટકા વિવેકાધીન યોજના તેમજ 14 માં નાણાપંચ હેઠળ 30,58,535 રૂપિયાના ખર્ચે કરવામાં આવશે.
નુતન નગર નેશનલ હાઇવે નંબર 48થી કવારી સુધી જતો રસ્‍તાનું કામ 14 માં નાણાપંચ હેઠળ 30,55,351 રૂપિયાના ખર્ચે કરવામાં આવશે. આ ઉપરાંત નેશનલ હાઇવે બસ સ્‍ટોપ થી સંકલ્‍પ એપાર્ટમેન્‍ટ સુધી આરસીસી સ્‍ટ્રોમ વોટર ડ્રેઇન બનાવવાનું કામ 14માં નાણાપંચ હેઠળ 1,92,71,100 રૂપિયાના ખર્ચે કરવામાં આવશે. તેમજ ચંદ્રપુર વિસ્‍તારમાં પોકેટ ગાર્ડન બનાવવાનું કામ 14 માં નાણાપંચ હેઠળ 8,43,602 રૂપિયાના ખર્ચે કરવામાં આવશે આમ કુલ 4,50,49,926 રૂપિયાના વિકાસનાંકામો પારડી નગરપાલિકા દ્વારા હાથ ધરાયા છે.
પારડી નગરના લોકોને નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રી એ સરપ્રાઈઝ આપતા જણાવ્‍યું હતું કે શહેરી વિકાસની ટ્રાઇબલ ગ્રાંટ માંથી 12 કરોડના ખર્ચે પારડી વિસ્‍તારમાં જી.ઇ.બી.નો દરેક કેબલ અંદર કરવામાં આવશે જેને લઈ પારડીના લોકોને હવે લાઈટના વાયરો કે થાભલાથી કરટ લાગવાનો બંધ થશે.ે
આજના આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, મહામંત્રી શ્રી કમલેશ પટેલ, શ્રી શીલ્‍પેશ દેસાઈ, પારડી શહેર ભાજપ પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ, પારડી નગરપાલિકા પ્રમુખ શ્રી હસમુખભાઈ રાઠોડ, પારડી નગરપાલિકાના ઉપપ્રમુખ સંગીતાબેન પટેલ કારોબારી અધ્‍યક્ષ શ્રી ગજાનંદ માંગેલા, કિરણ પટેલ, આર.આર.એસ.ના શ્રી રાજેશભાઇ રાણા , શ્રી ગોવિદભાઈ પટેલ, શ્રી શરદભાઈ દેસાઈ, સંઘઠનના હોદેદારો, પાલિકાના ચૂંટાયેલા સદસ્‍યો, ચીફ ઓફિસર તથા નગરપાલિકા સ્‍ટાફ સહિત અનેક મહાનુભવો હાજર રહ્યા હતા.

Related posts

ધરમપુર-કપરાડા વિસ્‍તારમાં પાણીની કપરી સ્‍થિતિ : લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે : નલ સે જલ યોજના ફલોપ

vartmanpravah

વાપી મોરાઈ હાઈવે ઉપરથી દારૂનો જથ્‍થો ભરેલ કાર અને પાયલોટ કારને પોલીસે ઝડપી

vartmanpravah

દાનહના ઈલેક્‍શન ઓબ્‍ઝર્વર જનરલ તરીકે જસવિંદર કૌર સિધ્‍ધુની નિયુક્‍તિ

vartmanpravah

સેલવાસ ન.પા.માં પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણી મુદ્દે ભાજપમાં પ્રગટ થયેલો અસંતોષ..?

vartmanpravah

દાનહની હવેલી ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચમાં ફ્રેશર ઈવનું થયેલું આયોજન

vartmanpravah

વલસાડની સરકારી ઈજનેરી કોલેજમાં ગુજરાત સરકારના પ્‍લેસમેન્‍ટ કેમ્‍પમાં 302 વિદ્યાર્થીની નોકરી માટે પસંદગી થઈ

vartmanpravah

Leave a Comment