January 17, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

લોકસભાની દાનહબેઠકની પેટા ચૂંટણીમાં 3 ઓબ્‍ઝર્વરોની નિમણૂક

  1. જનરલ ઓબ્‍ઝર્વર તરીકે યોગેશ કુમાર (આઈ.એ.એસ.), એક્‍સ્‍પેન્‍ડીચર ઓબ્‍ઝર્વર હિવાશે અનુપ સદાશિવ(આઈ.આર.એસ.) અને પોલીસ ઓબ્‍ઝર્વર તરીકે ભંવરલાલ મીણા (આઈ.પી.એસ.)ની કરાયેલી નિયુક્‍તિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.08
લોકસભાની દાદરા નગર હવેલી બેઠક માટેની પેટા ચૂંટણીમાં 3 ઓબ્‍ઝર્વરોની નિમણૂક કરવામાં આવી છે. જેઓ દાદરા નગર હવેલી લોકસભા બેઠકનું જનરલ ઓબ્‍ઝર્વેશન, એક્‍સ્‍પેન્‍ડીચર ઓબ્‍ઝર્વેશન અને પોલીસ ઓબ્‍ઝર્વેશન કરશે.
ચૂંટણી ઓબ્‍ઝર્વર તરીકે શ્રી યોગેશ કુમાર આઈ.એ.એસ.ની નિમણૂક કરવામાં આવી છે જેઓ દાદરા નગર હવેલી લોકસભા બેઠકના જનરલ ઓબ્‍ઝર્વર તરીકે કાર્ય કરશે. તેમનો મોબાઈલ નંબર 7990947111 છે. કાર્યાલયનું સરનામું સેલવાસ સેક્રેટરિએટ રૂમ નંબર 8, મુલાકાતનો સમય સવારે 10 થી 11 વાગ્‍યા સુધી.
દાનહ લોકસભા બેઠકના એક્‍સ્‍પેન્‍ડીચર ઓબ્‍ઝર્વર તરીકે શ્રી હિવાશે અનુપ સદાશિવ આઈ.આર.એસ.(આઈ.ટી.)ની નિમણૂક કરવામાં આવી છે. તેમનો મોબાઈલ નંબર 7359368869 અને કાર્યાલયનું સરનામું: સેલવાસ સેક્રેટરિએટ રૂમ નંબર 4 મુલાકાતનો સમય સવારે 9 વાગ્‍યાથી સાંજના 6 વાગ્‍યા સુધી.
દાનહ લોકસભા બેઠકના પોલીસ ઓબ્‍ઝર્વર તરીકે શ્રી ભંવરલાલ મીણાનીનિયુક્‍તિ કરવામાં આવી છે. જેમનો મોબાઈલ નંબર 7359368879 છે. કાર્યાલયનું સરનામું સેલવાસ સચિવાલય રૂમ નંબર 5 અને મુલાકાતનો સમય સવારે 10 થી 11 સુધીનો રાખવામાં આવ્‍યો છે.

Related posts

માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામ રાબડા ખાતે વૈદિક પરંપરા અનુસાર લગ્નોત્સવ ઉજવાયો

vartmanpravah

વાપી છરવાડા રોડ ઉમિયા ચોકથી અમૃત કળશ રથને લીલી ઝંડી અપાઈ

vartmanpravah

વલસાડ જિલ્લા સરકારી પુસ્‍તકાલયમાં બુધસભા દ્વારા રાષ્‍ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણી

vartmanpravah

‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિતે વૃક્ષારોપણ

vartmanpravah

ધરમપુર માલનપાડામાં ગેસ લાઈન લિકેજ બાદ બ્‍લાસ્‍ટ સાથે ભિષણ આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

વલસાડ જિલ્લામાં દિવાળીના તહેવાર નિમિત્તે સ્‍વચ્‍છતા અભિયાનમાં જાહેર જનતાને સહયોગ આપવા અનુરોધ

vartmanpravah

Leave a Comment