September 27, 2022
Vartman Pravah
દમણ

દમણવાડા ગ્રા.પં.ની મળેલી પહેલી સલાહકાર પરિષદની બેઠકઃ વિકાસકામોના સોશિયલ ઓડિટ ઉપર જોર

  • દમણવાડા પંચાયતની સલાહકાર પરિષદમાં પંચાયત વિસ્‍તારના એન્‍જિનિયરો, ધારાશાષાી, ટેક્‍નોક્રેટ, બેંકર, ખેડૂત, ગૌપાલક, વેપારી, ગૃહિણીઓ સહિતના તમામ ક્ષેત્રના આગેવાનોને આપેલું સ્‍થાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.10
દમણવાડા ગૃપ ગ્રામ પંચાયત દ્વારા ગઠિત સલાહકાર પરિષદની આજે પહેલી બેઠક સરપંચ શ્રી મુકેશ ગોસાવીના નેતૃત્‍વમાં પંચાયતના પટાંગણમાં મળી હતી. જેમાં સલાહકાર પરિષદમાં વરાયેલા સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.
પ્રારંભમાં પંચાયતના સેક્રેટરી શ્રી નિખિલ મીટનાએ સલાહકાર પરિષદની રચનાનું મહત્ત્વ સમજાવતા જણાવ્‍યું હતું કે, દમણવાડા ગ્રામ પંચાયતનો અભિગમ પારદર્શક, પ્રજાભિમુખ અને ભ્રષ્‍ટાચારમુક્‍ત પ્રશાસનનો છે. તેથી સરપંચશ્રીએ આ સમિતિ પંચાયત અધિનિયમ અંતર્ગત ગઠિત કરી છે.
આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ સલાહકાર પરિષદમાં નિયુક્‍ત થયેલા તમામ સભ્‍યોને આવકારતા જણાવ્‍યું હતું કે, તેઓ આજથી પંચાયતના સોશિયલ ઓડિટર બન્‍યા છે. તેમણે પંચાયત વિસ્‍તારમાં થતા કામોનું સોશિયલ ઓડિટ કરવા પણ તાકિદ કરી હતી.
શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્‍યું હતું કે, દમણવાડાગ્રામ પંચાયત દમણ જિલ્લાની એક માત્ર એવી પંચાયત છે કે જેમાં વિવિધ ધર્મના અને વિવિધ સમાજના લોકો વસે છે અને આ તમામ લોકો મોટાભાગે સ્‍થાનિક છે અને દમણવાડા ગ્રામ પંચાયતમાં પ્રસિદ્ધ ધારાશાષાીઓ, એન્‍જિનિયરો, ટેક્‍નોક્રેટ, બેંકના અધિકારીઓ, સરકારી અધિકારીઓ, શિક્ષકો, ડોક્‍ટરો સહિતના લોકો પણ મોટી સંખ્‍યામાં વસવાટ કરે છે. તેથી આવા લોકોને સમાવી સલાહકાર પરિષદનું ગઠન કરવામાં આવ્‍યું છે. જેના કારણે દમણવાડા ગ્રામ પંચાયતના વિકાસમાં પણ તેમનું યોગદાન અને તેમના વિચારોને સ્‍થાન મળશે.
સલાહકાર પરિષદમાં નિયુક્‍ત તમામ સભ્‍યોએ દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ પહેલનું સ્‍વાગત કર્યું હતું અને છેલ્લા 10-11 મહિનાથી દમણવાડા ગ્રામ પંચાયતની કામ કરવાની બદલાયેલી શૈલીની એક સૂરે પ્રશંસા કરી હતી.
સલાહકાર પરિષદમાં શ્રી કિશોર દમણિયા, શ્રી ઉમેશ બારી, એડવોકેટ શ્રી સુભાષ રાક્ષે, એડવોકેટ શ્રી જેસલ રાઠોડ, એડવોકેટ શ્રી રાજુભાઈ બારી, શ્રી હરેશભાઈ (પપ્‍પુભાઈ) બારી, શ્રી ગણેશભાઈ પટેલ, શ્રી ઈશ્વરભાઈ રાઠોડ, શ્રી રવુભાઈ બારી, શ્રી જેસલભાઈ પરમાર, શ્રી નાહિદભાઈ, શ્રી સાકિબભાઈ, શ્રીમતી કલ્‍પનાબેન હળપતિ, શ્રીમતી પ્રીતિબેન હળપતિ, શ્રીમતી દીપાબેન પટેલ, શ્રીમતી દીપિકાબેન પટેલ, શ્રી અરૂણ પટેલ, શ્રી રોહિદાસમાંગેલા, શ્રી રામદાસ માંગેલા, શ્રી ઈશ્વરભાઈ પટેલ, શ્રી રાયચંદભાઈ પટેલ, શ્રી દિપકભાઈ પટેલ, શ્રી દિનેશ હળપતિ, શ્રી સંદીપ પટેલ, શ્રી પંકજ હળપતિ, શ્રીમતી જોશીલાબેન બારી, શ્રી સતિષ એસ. હળપતિ, શ્રી શાંતુભાઈ સોરઠી વગેરેનો સમાવેશ કરાયો છે.

Related posts

પ્રશાસકપ્રફુલભાઈ પટેલની સીધી વાત સંઘપ્રદેશમાં શરૂ થયેલી શૈક્ષણિક ક્રાંતિથી ભાવિ પેઢીને પોતાના નવા સપનાને સાકાર કરવા અનેક અવસરો મળશે

vartmanpravah

દમણમાં લોકસભાની જળ સંસાધન સમિતિનું આમગનઃ દમણ ખાતે સમિતિના ચેરમેનની જવાબદારી અમદાવાદ(પૂર્વ)ના સાંસદ હસમુખભાઈ પટેલ સંભાળશે

vartmanpravah

સંઘપ્રદેશના મુખ્‍ય સચિવ તરીકે આર.પી.રાયની નિયુક્‍તિ બાદ તેમણે વહીવટને સીધા પાટે લાવવાની કોશિષ કરી પરંતુ…

vartmanpravah

સેલવાસ ન.પા.ના કાઉન્‍સિલર સુમન પટેલ દ્વારા ડોકમરડી ચાર રસ્‍તા પાસે ખોદકામ કરેલ રસ્‍તાના રીપેરીંગ કરવા કલેક્‍ટરને કરાયેલી લેખિત રજુઆત

vartmanpravah

સેન્‍ટર ઓફ એક્‍સલન્‍સ ખાતે એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા ટેકનિકલ સેમિનાર યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના એક્‍સાઈઝ વિભાગમાં સાગમટે બદલીનો ચિપાયેલો ગંજીફો : 0પ એક્‍સાઈઝ ઈન્‍સપેક્‍ટરોની આંતર જિલ્લા બદલી

vartmanpravah

Leave a Comment