April 26, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવદેશનવસારીમનોરંજનવલસાડવાપીસેલવાસ

શું જનતાએ ચૂંટેલી સરકારોએ કરોમાં રાહત આપીને પેટ્રોલ-ડીઝલ-એલપીજીની કિંમતો ઘટાડવી નહીં જાેઈએ?

ઇંધણની કિંમતોમાં ફરી વધારો નિરાશાજનક છે અને વિચારવા પર મજબૂર કરે છે. પેટ્રોલ-ડીઝલના ભાવવધારાની સાથે જ દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૧૦૨.૯૪ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત ૯૧.૪૨ રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. દેશમાં કેટલાંક શહેરોમાં તો એનાથી પણ વધારે છે. પેટ્રોલની કિંમતમાં આ જ વર્ષે લગભગ ૧૮ રૂપિયાનો વધારો થયો છે. આ જ વર્ષની શરૂઆતમાં ડીઝલની કિંમત ૭૫ રૂપિયાની નજીક હતી, પરંતુ તેમાં પણ આ વર્ષે લગભગ ૧૭ રૂપિયાનો વધારો થઈ ગયો છે. કુલ મળીને આ જ વર્ષે પેટ્રોલ, ડીઝલના ભાવમાં ૧૭-૧૮ રૂપિયાનો વધારો ચિંતાજનક છે. જાેકે સૌથી વધુ ચિંતા રાંધણ ગેસની છે. આ જ વર્ષે રાંધણ ગેસની કિંમતમાં ૨૦૫ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. ઓઇલ કંપનીઓએ હમણાં જ રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં એક વખત ફરીથી ૧૫ રૂપિયાનો વધારો કરી દીધો છે. આ બે મહિનામાં ચોથી વાર કિંમતમાં વધારો કરાયો છે. આ વધારા બાદ એલપીજી સિલિન્ડરની કિંમત ૯૦૦ને પાર કરી ગઈ છે. કહેવાય છે કે આંતરરાષ્ટ્રીય બજારોમાં વધતા ભાવને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પરંતુ આમ જનતાનું બજેટ તો તેનાથી ખોરવાઈ જ ગયું છે. શું સરકારોએ કરોમાં રાહત આપીને પેટ્રોલની કિંમતો ઘટાડવી ન જાેઇએ? એમાં કોઈ શંકા નહીં કે સરકારે વિકાસ કાર્યો માટે પૈસા જાેઇએ? સરકારની પોતાની મજબૂરી પણ હશે, તે કોરોના કાળમાં મોટાભાગની ટ્રેનો બંધ હોવા છતાં રેલ કર્મચારીઓને પરંપરા અનુસાર બોનસ આપવા મજબૂર છે. તહેવારની સિઝનમાં અન્ય સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને પણ કંઈકને કંઈક સરકાર આપશે. પરંતુ સરકારી નોકરીઓમાં દેશના પાંચ ટકા લોકો પણ નથી, બાકી લોકોને સરકાર કિંમતોમાં વધારો નહિ કરીને પણ રાહત આપી શકે છે. આશા રાખવી જાેઇએ કે હવે પેટ્રોલિયમ પદાર્થો અને આમ આદમીના ખિસ્સાં ખાલી નહીં કરવામાં આવે. બેશક, સરકારને તંત્ર ચલાવવા પૈસા જાેઇએ. તે કર કે આવકવેરાના સ્તર પર વધુ વસૂલી નથી કરી શકતી. જ્યારે અર્થવ્યવસ્થાનો કઠિન સમય છે, જ્યારે લગભગ દરેક ઉદ્યોગને પ્રોત્સાહનની જરૂર છે, ત્યારે સીધા કર વસૂલી કરવી આસાન પણ નથી. એવામાં, સરકારને કેવી રીતે પૈસા ભેગા કરવા જાેઇએ? પેંડોરાનો ઉલ્લેખ અહીં ખોટો નહીં ગણાય. પેંડોરાએ એ સંકેત આપ્યો છે કે દેશના અનેક દિગ્ગજ દેશમાં કમાવવામાં આવેલ ધનને યેનકેન રીતે દેશની બહાર મોકલતા રહ્યા છે. એવું કાળી કમાણીને છૂપાવવા માટે કરવામાં આવ્યું હોય કે ટેક્સ બચાવવા માટે, બંને સ્થિતિઓમાં સરકારે આગળ એવા ઉપાય કરવા જાેઇએ કે દેશના પૈસા દેશમાં જ રહે. ટેક્સ ચોરીની ગુંજાશ ઓછી કરવી પણ જરૂરી છે. સરકારે એવી જાેગવાઈ કરવી જ પડશે, જેથી પેટ્રોલ-ડીઝલ પરથી દબાણ ઓછું થાય.

Related posts

બોરીગામ ખાતે પશુઓના કોઢારમાં આગ લાગતા એક ભેંસ સહિત 11 ગાયના મોત

vartmanpravah

દૂધની પંચાયતમાં મહેસૂલ વિભાગ દ્વારા શિબિર યોજાશે

vartmanpravah

દમણના અમિત સિંહે બેલ્લારી-કર્ણાટક ખાતે આયોજીત પાંચમી એલીટ સિનિયર બોક્‍સિંગ ચેમ્‍પિયનશીપના 67-71 કિ.ગ્રા.ના ભાર વર્ગમાં મેળવેલો રજત પદક

vartmanpravah

દાદરા નગર હવેલી ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ કરાટે સ્‍પર્ધાના વિજેતાઓને ઈનામ વિતરણ કરાયા

vartmanpravah

કે.બી.એસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્‍સ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે લીડરશીપ તાલીમનો વર્કશોપ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથે દાનહ-દમણ-દીવ તથા લક્ષદ્વીપના વિવિધ મુદ્દાઓ ઉપર ગહન ચર્ચા-વિચારણાં

vartmanpravah

Leave a Comment