Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ ખાતે લાખો રૂપિયાનો દારૂ પોલીસએ પકડી પાડયો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.28: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવ આમ તો દારૂ બિયર પીવા માટે પ્રખ્‍યાત છે પરંતુ ઘણા લોકો પૈસા કમાવવાની લાલચમાં દારૂ બિયરને ગુજરાતમાં વટાવતાં હોય છે, તેજ રીતે દીવમાં ગત 19 ફેબ્રુઆરીના રોજ દારૂ બિયરથી ભરેલી પેટીઓ મળી આવી હતી. ગત તારીખ 19 ફેબ્રુઆરી રાત્રે મેઈન રોડ પર એક ઈનોવા ગાડી જીજે 11 8307 ગાડી ફૂલ સ્‍પીડે રોંગ સાઈડપર જઈ રહી હતી તેજ સમયે દીવ પોલીસની પીસીઆર ગાડીએ ઈનોવા ગાડીને રોકીને તપાસ કરતા તેમાંથી 37 વિવિધ બ્રાન્‍ડની દારૂ તથા બિયર ભરેલા બોક્‍સ મળી આવતા ઈનોવા ગાડીનો ડ્રાઈવર તથા તેનો સાથી ત્‍યાંથી ફરાર થઈ ગયો હતો. ત્‍યારબાદ પોલીસે આ 37 બોક્‍સને કબ્‍જામાં લીધા હતા, અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ગાડી પકડાતા પોલીસે 20 ફેબ્રુઆરીના રોજ એફઆઈઆર નંબર 06/2023 નો કેસ નોંધ્‍યો હતો અને 37 બોક્‍સ એક્‍સાઈઝને આગળની કાર્યવાહી કરવા માટે સોંપવામાં આવ્‍યા હતા. હાલ આ તમામ કાર્યવાહી ચાલી રહી છે અને આ બંને શખ્‍સો હજી પોલીસની હાથ લાગ્‍યા નથી.

Related posts

જેસીઆઈ વાપી દ્વારા વિલફુલ વેન્‍ડ્‍સેડે સફળતા પૂર્વક ઉજવણી

vartmanpravah

વૈશાલી હત્‍યા કેસની મુખ્‍ય આરોપી બબીતાના વધુ ત્રણ દિવસના રિમાન્‍ડ મંજૂર કરતી પારડી કોર્ટ

vartmanpravah

દાનહ અને દમણ-દીવની ત્રણેય નગરપાલિકા ભાજપ શાસિત હોય તો આ વિસ્‍તારના વિકાસને કોણ રોકી શકે?

vartmanpravah

ચીખલી-રૂમલાના આંબાપાડા અને ચિકારપાડામાં મોબાઈલ નેટવર્ક નહીં પકડાતા ધારાસભ્‍યને રાવ

vartmanpravah

દાનહ અને દમણ-દીવના નવનિયુક્‍ત પ્રદેશ ભાજપ પ્રભારી દુષ્‍યંતભાઈ પટેલનું ઉમળકાભેર શાનદાર અભિવાદન કરાયું

vartmanpravah

ઉમરગામ તાલુકા યુવા ભાજપા સંગઠનની મળેલી કારોબારી બેઠક

vartmanpravah

Leave a Comment