(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.17: કારતક સુદ પૂર્ણિમાના દેવ દિવાળીના દિવસે રામનગર સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ ભગવાનના મંદિરના દસ વર્ષ પૂર્ણ થતાં હરિભક્તો દ્વારા ભગવાનના વિશેષ શણગાર સાથે ઘરેથી જાતે બનાવેલ 535 જેટલી વાનગીઓ લાવી ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા તિથલ મંદિરના કોઠારી સ્વામી વિવેક સ્વરૂપ સ્વામીએ અક્ષરપુરુષોત્તમ સિધ્ધાંતની વિસ્તાર પૂર્વક વાતોકરી મોટી સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તોને કથાવાર્તાનો લાભ આપી આશીર્વચન આપ્યા હતા. અંતમાં યોજાયેલા મહાપ્રસાદનો પણ અનેક હરિભક્તોએ લાભ લીધો હતો. સ્વામિનારાયણ મંદિર લાઈટો અને દીવડાઓના ઝગમગાટથી ઝળહળી ઉઠ્યું હતું.