July 18, 2026
Vartman Pravah
દમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશભાજપ પ્રદેશ પ્રમુખ દીપેશભાઈ ટંડેલની અધ્‍યક્ષતામાં પાર્ટીએ દાનહ લોકસભાની પેટા ચૂંટણીના પ્રચારની કરેલી શરૂઆત

  • ભાજપના ઉમેદવાર મહેશભાઈ ગાવિતને સાંભળવા આદિવાસી યુવાનોનો વધી રહેલો ક્રેઝ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12
ભારતીય જનતા પાર્ટી દાનહ અને દમણ-દીવન પ્રદેશ પ્રમુખ શ્રી દિપેશ ટંડેલેની અધ્‍યક્ષતામાં પાર્ટી દ્વારા સેલવાસ શહેર અને ગ્રામ્‍ય તેમજ ખાનવેલ ગ્રામ્‍ય વિસ્‍તારમાં લોકસભાની પેટો ચૂંટણીનો પ્રચાર શરૂ કરવામાં આવ્‍યો છે. તેમજ લોકસંપર્ક અભિયાન પણ તીવ્રતાથી શરૂ કરવામાં આવ્‍યું છે, પ્રદેશ ભાજપના ચૂંટણી સહ-પ્રભારી નવસારીના ધારાસભ્‍ય શ્રી પિયુષ દેસાઈ, એસએમસીના પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણ, સેલવાસ શહેર ભાજપ પ્રમુખ શ્રી આશિષભાઈ ઠક્કર અને શ્રી શાંતુ ભાઈ પૂજારી દ્વારા સંયુક્‍ત રૂપથી સેલવાસ શહેરના દરેક વોર્ડની બૂથ સમિતિઓના કાર્યકર્તાઓના સંમેલનો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે વોર્ડ નંબર 1, 4, 11 અને 12માં આવા કાર્યક્રમો અનુક્રમે થયા હતા.
કાર્યકર્તાઓને ચૂંટણી સંબંધિત માર્ગદર્શિકા આપવામાં આવી રહી છે, પુરુષ અને મહિલા કાર્યકર્તાઓને ઘરે ઘરે સંપર્ક અભિયાન અને લોકોને સંપર્ક અભિયાનમાં જોડાવા માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.
સેલવાસ જિલ્લા અને ખાનવેલજિલ્લાની ગ્રામ પંચાયતોમાં શ્રી સુનીલભાઈ પાટીલ, શ્રી અનિલ દીક્ષિત, શ્રી કમલેશ દેસાઈ, શ્રી મનિષ દેસાઈ, દાનહ લોકસભા પેટાચૂંટણીના ભાજપ કન્‍વીનર, શ્રી દિગ્‍વિજય સિંહ પરમાર, સેલવાસ ભાજપ પ્રમુખ શ્રી અજયભાઈ દેસાઈ અને ખાનવેલ જિલ્લા પ્રમુખ શ્રી સંજયભાઈ રાઉત દ્વારા મંડળોની અને બૂથ સમિતિઓના કાર્યકર્તાઓના સંમેલનો શરૂ થઈ રહ્યા છે, આજે સાયલી પંચાયત આંબોલી અને દાદરા પંચાયતમાં સંમેલનના કાર્યક્રમો થઈ રહ્યા છે.
આ ઉપરાંત ભાજપના ઉમેદવાર શ્રી મહેશભાઈ ગાવિત વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્‍થિત રહીને ભાજપને મત આપવાની જનતાને અપીલ કરી રહ્યા છે અને જનતા સમક્ષ પ્રદેશમાં થયેલા વિકાસ અને જનઉપયોગીકાર્યોની વિગતવાર જાણકારી રાખી રહ્યા છે તેમની સાથે મોટી સંખ્‍યામાં આદિવાસી યુવાનો શ્રી મહેશભાઈને સાંભળવા માટે તેમના કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે અને આથી દરેકનો ઉત્‍સાહ પણ વધી રહ્યો છે અને વિજયનો આત્‍મવિશ્વાસ ઉભો થઈ રહ્યો છે.

Related posts

વલસાડ જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતના અધ્‍યક્ષતામાં વાપી ખાતે ગુરૂક્રાંતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પારડી ડુમલાવથી અતુલ કંપનીમાં નોકરીએ જતી મહિલાનું ખરાબ રસ્‍તાથી મોપેડ સ્‍લીપ ખાતા સારવારમાં મોત

vartmanpravah

દાદરાની હોટલ એક્‍સેલેન્‍સીમાં માલિકની હાજરીમાં વેઈટરોએ એક ગ્રાહકને માર મારવાની બનેલી ઘટના

vartmanpravah

થોડા સમય પહેલા જ દુબઈથી પરત ફરેલા રાણા સમાજના આશાસ્‍પદ યુવાનનું પાર નદીમાં ડૂબી જવાથી કરુણ મોત

vartmanpravah

મહેસાણા વડસ્‍મા સત્‍સંગ સાકેતધામ ઈન્‍સ્‍ટિટયૂટની ઘટના : વલસાડ કચીગામની યુવતીની ફાર્મસી કોલેજમાં સહાધ્‍યાયીએ કરેલી હત્‍યાઃ આરોપીની ધરપકડ

vartmanpravah

અકસ્‍માત ઝોન બનેલા વળાંકને સીધો કરવા માટે સેલવાસ-નરોલી રોડ પર આવેલા ઘટાદાર વૃક્ષોનું કાઢવામાં આવી રહેલું નિકંદનઃ પર્યાવરણપ્રેમીઓમાં દુઃખની લાગણી

vartmanpravah

Leave a Comment