સૌથી વધુ તેજલાવ બુથ નં. 3 પર 89.9પ% મતદાન જ્યારે સૌથી ઓછું ભાટના બૂથ નંબર-3 પર પ1.19% મતદાન નોંધાયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.02: ભાજપનો ગઢ અને સલામત ગણાતી ગણદેવી વિધાનસભા બેઠક પર ભાજપના નરેશભાઈ પટેલ, કોંગ્રેસના અશોકભાઈ, આમ આદમી પાર્ટીમાંથી પંકજભાઈ પટેલ વચ્ચે ત્રિપાખીયો જંગ છે. જોકે મુખ્ય હરીફાઈ ભાજપ-કોંગ્રેસ વચ્ચે જ રહેશે તે નિમિત્ત જણાઈ રહ્યું છે. સમગ્ર વિધાનસભાની બેઠકમાં ગણદેવી ચીખલી અને ખેરગામ તાલુકાના કુલ 311 જેટલા બુથો પૈકી ગ્રામ્ય વિસ્તારમાંમતદારોમાં વધુ ઉત્સાહ જોવા મળ્યો છે. કુલ 2,92,669 મતદારો પૈકી 2,09,239 જેટલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. જેમાં પુરુષ 1,06,110 અને મહિલા 1,03,127 જેટલા મતદારોનો સમાવેશ થાય છે.ટકાવારી જોઈએ તો 72.47 ટકા પુરુષ અને 70.52 ટકાસ્ત્રી મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. આ સાથે બેઠક પર કુલ મતદાન 71.49 ટકા થયું છે.
મતદાનમાં બીલીમોરા, ચીખલીના શહેરી વિસ્તારના બૂથો પર મતદાનની ટકાવારી ઓછા જોવા મળી છે. આમ શહેરી વિસ્તારમાં મતદારોનો ઉત્સાહ ઓછો જોવા મળ્યો હતો.
ચીખલી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ પર ઈવીએમ રિસીવિંગની કામગીરી મોડીરાત્રે એક વાગ્યા સુધી ચાલી હતી અને વહેલી સવાર સુધી કર્મચારીઓ કામગીરીમાં જોતરાઈ રહ્યા હતા. ઈવીએમ મશીનો નવસારી સ્ટ્રોંગ રૂમમાં રવાના કરાયા હતા.
ગણદેવી વિધાનસભા બેઠક પર 80 ટકાથી વધુ મતદાન થયેલ બૂથોની યાદી
ટાંકલ-3-80.72, ચાસા-2-80.12, ઉઢવળ-81.55, મલવાડા-84.63, સાદકપોર-3-81.65, સાદકપોર-3-82.58, વાડ-1-82.78, વાડ-2-85.21, વાડ-4-82.01, વાડ-5-80.12, ઘેજ-1-80.92, ઘેજ-6-80.49, વાવ-1-82.33, વાવ-2-81.01, વણગામ-80.48, ખાપરવાડા-3-81.70, નોગામાં-4-86.56, દુવાડા-81.15, રહેજ-1-80.32,રહેજ-2-80.09, ગણદેવી-11-80.12, સરીબુજરંગ-3-81.83, તોરણગામ-86.80, રૂઝવણી-2-83.52, ખેરગામ-6-85.60, ખેરગામ-8-85.59, ખેરગામ-9-83.02, નારણપોર-1-80.65, નારણપોર-2-83.00, નાંધઇ-2-81.05, ભૈરવી નવી-80.55, ભૈરવી જૂની-86.26, બહેજ-1-81.07, બહેજ-2-84.65, બહેજ-3-80.03, ચીમનપાડા-83.51, ગૌરી-83.51, વડપાડા-85.16, દેવધા-3-84.80, મરોલી-1-81.10, મરોલી-2-81.57, બલવાડા-1-85.18, તલાવચોરા-1-85.09, કલવાચ-82.22, સુંઠવાડ-2-80.56, દેગામ-5-83.79, આછવણી-1-83.38, આછવણી-2-84.12, આછવણી-5-80.00, જામનપાડા-1-82.60 નોંધાયું હતું.