October 15, 2025
Vartman Pravah
તંત્રી લેખ

દાનહ લોકસભાની પેટા ચૂંટણીની જાહેરાત સાથે જ રાજકીય શતરંજના શરૂ થયેલાદાવપેચ

  • ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ નહીં થાય ત્‍યાં સુધી ‘જો’ અને ‘તો’નીબની રહેનારી સ્‍થિતિ

22મી ફેબ્રુઆરી,2021ના ગોઝારા દિવસે 7 ટર્મના વિજેતા સાંસદ મોહનભાઈ ડેલકરે આત્‍મહત્‍યા કરી જીવન ટૂંકાવ્‍યા બાદ ખાલી પડેલી લોકસભાની ચૂંટણી માટે ઘણાં કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. પરંતુ કોરોના મહામારીના કારણે ખાલી પડેલી બેઠકની ચૂંટણી 6 મહિનાના નિયત સમયની અંદર યોજવાની જગ્‍યાએ વિલંબાતી ગઈ હતી. જેના કારણે ચૂંટણીની જાહેરાત આજે થશે, કાલે થશે એવી ગણતરી પણ મંડાઈ રહી હતી. છેવટે ભારતના ચૂંટણી પંચે 30મી ઓક્‍ટોબર, 2021ના રોજ ચૂંટણી યોજવાનું જાહેરનામું બહાર પાડતા હવે પ્રદેશમાં રાજકીય સતરંજના દાવપેચ શરૂ થયા છે.
અપક્ષ તરીકે વિજેતા બનેલા મોહનભાઈ ડેલકરના અસામાયિક મૃત્‍યુથી ખાલી પડેલ આ બેઠક માટે તેમના વિધવા કલાબેન ડેલકર અથવા સુપુત્ર અભિનવ ડેલકર પૈકી કોઈ એક દાવેદારી કરે એવી પ્રબળ સંભાવના છે. દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતની ચૂંટણી મોહનભાઈ ડેલકરની હયાતીમાં જનતા દળ(યુ)ના બેનર હેઠળ લડવામાં આવી હતી. ત્‍યારે હવે ડેલકર પરિવાર જનતા દળ(યુ)નું શરણું લે છે કે પછી અન્‍ય રાજકીય પક્ષ અથવા મોહનભાઈ ડેલકરની માફક અપક્ષ મેદાનમાં ઉતરે તેના ઉપર પણ રાજકીયસમીકરણનો મુખ્‍ય આધાર રહેશે. કારણ કે, કેન્‍દ્રમાં ભાજપની બહુમતિ સરકાર છે અને દાદરા નગર હવેલી કેન્‍દ્ર શાસિત પ્રદેશનો એક જિલ્લો હોવાના નાતે વિકાસના ઘડતરની સીધી જવાબદારી કેન્‍દ્ર સરકાર હસ્‍તક રહે છે. તેથી ડેલકર પરિવાર કઈ રણનીતિ અપનાવે તેના ઉપર પણ ચૂંટણીના પરિણામનો મદાર રહેશે.
દાદરા નગર હવેલીમાં ભાજપ કયા ઉમેદવારને ટિકીટ આપે તેના ઉપર ચૂંટણીની આક્રમકતાનો ખ્‍યાલ આવશે. હાલમાં ‘ભેંસ ભાગોળે અને છાશ છાગોળે’ જેવી સ્‍થિતિ તમામ ઉમેદવારોની દેખાઈ રહી છે. જ્‍યાં સુધી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પૂર્ણ નહીં થાય ત્‍યાં સુધી ‘જો’ અને ‘તો’ની સ્‍થિતિ બનેલી રહેશે. ભાજપ માટે સૌથી મહત્ત્વની વાત કેન્‍દ્રમાં સરકારની છે અને કેન્‍દ્ર શાસિત પ્રદેશ હોવાથી પ્રદેશમાં સરકારની સીધી દખલ વિકાસના કામો ઉપર રહેતી હોય છે. તેથી આ ચૂંટણીમાં સંભવિત દરેક મુદ્દાઓ પરપોટા બનવાની પુરી સંભાવના છે.
(ક્રમશઃ)

Related posts

મોટી દમણ ભાઠૈયાના નવયુવાન પોલીસ કોન્‍સ્‍ટેબલ વિશાલ પટેલનું આકસ્‍મિક નિધનઃ સમગ્ર વિસ્‍તારમાં છવાયેલો શોક

vartmanpravah

મસાટથી માલસામાન ભરેલ ટેમ્‍પોની ચોરીના બે આરોપીઓની દાનહ પોલીસે ધરપકડ કરી

vartmanpravah

ચાર રાજ્‍યોમાં ભાજપને મળેલી પ્રચંડ જીતના પગલે દમણ-દીવની સામાન્‍ય જનતાના ઘરમાં પણ પેદા થયેલો ઉત્‍સવનો માહોલ : વિકાસની રાજનીતિ ઉપર મતદારોની મહોર

vartmanpravah

સંઘપ્રદેશની અષ્‍ટસિદ્ધિના 8 વર્ષઃ નવ નિધિના ‘નમો’ દાતા

vartmanpravah

શું દાદરા નગર હવેલી ભાજપ પોતાનો દાયરો લાંબો નહીં કરી શકે?

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન : અસંભવથી સંભવ, નમો મેડિકલ કોલેજનો આરંભ અને માંડ દોઢ વર્ષમાં 331 પોસ્‍ટો માટે નાણાં મંત્રાલયની મંજૂરી

vartmanpravah

Leave a Comment