April 24, 2024
Vartman Pravah
દમણસેલવાસ

દાદરા નગર હવેલીમાં છેલ્લા 30 વર્ષમાં કયા આદિવાસી પરિવારે અબજો રૂપિયાની સંપત્તિ ભેગી કરી છે ?

  • …અને બહુમતી આદિવાસીઓ તો હજુ પચાસ વર્ષ પહેલા જિંદગી જીવતા હતા તેવી જજીવી રહ્યા છે અને થોડો સુધારો આવ્‍યો હોય તો છેલ્લા સાત વર્ષમાં
  • પ્રદેશના લોકોને વિકાસની સાથે રહેવાની સૌથી મોટી તક મળી છે
  • દેશના પ્રધાનમંત્રી દાદરા નગર હવેલીના દરેક પાડા અને ફળિયાથી વાકેફ છે તેથીજ પ્રદેશની કાયાપલટ માટે જો કોઈ કસર બાકી હોય તો તે દુર પણ કરી રહ્યા છે તેથી વિકાસના મંત્રને અપનાવવો ખુબ જરૂરી છે

(લેખક : દિપેશ ટંડેલ)

એક તરફ વરસોથી ચાલી આવેલ પરિવારવાદ અને ભયની રાજનીતિ છે જ્‍યારે બીજી તરફ ભાજપમાંથી શ્રી મહેશભાઈ ગાવિત એક યુવા, દેશભક્‍ત વ્‍યક્‍તિત્‍વ ધરાવે છે જે 14 વર્ષથી દેશની રક્ષા કરે છે. એક ઉમેદવાર જે સાચા આદિવાસી પરિવારમાંથી આવ્‍યો છે. શ્રીમંત, વારસાગત પરિવાર સામેની સેવાભાવી અને સામાન્‍ય યુવાનની આ લડાઈમાં શ્રી ગાવિતને વિજેતા બનાવી પ્રદેશનું ભવિષ્‍ય સુરક્ષિત હાથોમાં સોંપવાનો મોકો મળ્‍યો છે.
દાદરા નગર હવેલીમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા લોકસભા પેટા ચૂંટણી પ્રચાર અભિયાન હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. તા.30મી ઓક્‍ટોબરે દાનહનું ભવિષ્‍ય ઈવીએમમાં કેદ થઈ જશે. શું વિચારી રહ્યો છે દાનહ પ્રદેશ ? વર્ષોથી ચાલતા વંશવાદનો અંત આવશે? તમને જણાવી દઈએ કે એક, બે નહીં પરંતુ સાત વખત લોકોએ માત્ર એક જ પરિવારને પસંદ કર્યો છે અને તે છે ડેલકરપરિવાર. જનતાએ આટલો બધો વિશ્વાસ કરવા છતાં જનતાને શું મળ્‍યું? નિરાશા સાથે કહેવું પડે છે કે કંઈ નહી? બીજી તરફ ડેલકર પરિવારે ઘણી પ્રગતિ કરી. તેમણે એટલી પ્રગતિ કરી કે તેમના પગરખા(બુટ)ની કિંમત એક સામાન્‍ય માણસની એક વર્ષની કમાણી કરતાં વધુ છે. તેમણે આદિવાસીના નામે કરોડો રૂપિયાની મિલકત બનાવી લીધી છે. તેમની આજુબાજુના જીહજુરીયાઓએ પ્રગતિ કરી જ હશે, પણ દાનહના લોકોને કશું જ મળ્‍યું નથીં.
જંગલ વિસ્‍તારમાં રહેતા આદિવાસીઓનો એક મોટો વર્ગ આજે પણ એવી જ હાલતમાં જીવી રહ્યો છે જે રીતે પચાસ વર્ષ પહેલાં જીવતો હતો. સેલવાસ જેવું શહેર, જે આજે એક મિની ઈન્‍ડિયા છે, જેમાં દેશ-વિદેશના લોકોની વસ્‍તી છે. મહેનત કરીને બે ટાઈમનો રોટલો કમાઈ રહ્યા છે. આ લોકો તેમના ગામમાં સ્‍થાયી થયેલા વળદ્ધ માતા-પિતા, નાના-ભાઈઓ અને બહેનોના જીવનને સુધારવાના પ્રયાસો કરી રહ્યા છે. આ લોકોને ધમકાવનાર કોણ છે, તે તો સૌ જાણે છે. જો તમે આ પરિવારની ગુલામી નહીં સ્‍વીકારો તો તમને મારી નાખવામાં આવશે, તમને કાઢી મુકવામાં આવશે, અહીંનો આ રિવાજ હતો. માફિયાગીરીના વાતાવરણમાં અહીંના ઉદ્યોગોને પણ આંચકો લાગ્‍યો હતો. આવા પ્રકારના ભયના કારણે, ઘણા ઉદ્યોગોએદાનહ છોડવાનો નિર્ણય કર્યો. વાડીમાંથી ફોન આવતો હતો ત્‍યારે લોકો ડરતા હતા કે, ખબર નહીં હવે શું થશે?
2009મા દાનહમાં પહેલીવાર ભાજપના પક્ષમાંથી શ્રી નટુભાઈ પટેલ જીત્‍યા ત્‍યારે આ ચિત્ર બદલાઈ ગયું. આ બદલાવ સાથે સંજોગો બદલાવા લાગ્‍યા. 2014માં આખો દેશ બદલાઈ ગયો. શ્રી નરેન્‍દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન બન્‍યા. તેમણે દાનહ પ્રદેશના નગરજનો અને આદિવાસીઓ પર વિશેષ ધ્‍યાન આપ્‍યું. દાનહ વિસ્‍તારમાં પ્રથમ વખત વિકાસની ગંગા વહેવા લાગી. રસ્‍તાઓ બનવા લાગ્‍યા, શાળાની ઈમારતો ઊભી થવા લાગી, પીવાના પાણીની વ્‍યવસ્‍થા ઘર સુધી પહોંચવા લાગી… લોકો સુશાસનનો અર્થ જાણવા લાગ્‍યા. એટલું જ નહીં, વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ગરીબો પર વિશેષ ધ્‍યાન આપ્‍યું. આ જ કારણ છે કે આજે દાનહ પ્રદેશના લગભગ પંદર હજાર નાગરિકોને પોતાનું પાકું મકાન મળ્‍યું છે. આ ઘર માટે, વડાપ્રધાન શ્રી મોદીએ દરેક દાનહવાસીને 2.50 લાખ રૂપિયા સુધીની રોકડ સહાય આપવાનું કામ કર્યું, તે પણ સીધા બેંક ટ્રાન્‍સફર દ્વારા.
કોણે વિચાર્યું હતું કે, આ ચમત્‍કાર ઘરે બેસીને થશે? આપણી બહેનોને ચૂલો સળગાવવા માટે લાકડાં એકત્ર કરવામાં ઘણો સમય લાગતો હતો. શ્રી મોદીએ ઉજ્જવલા યોજનાના માધ્‍યમથી ગેસ પ્રોજેક્‍ટ દ્વારા આ સમસ્‍યાપણ ઉકેલી હતી. હવે લાકડાનો સંગ્રહ કરવા કે ચૂલો સળગાવવાની ઝંઝટ રહી નથી. હું આવી કેટલીક યોજનાઓનો ઉલ્લેખ કરી શકું છું. વાત નેકીની છે અને સાચા દિલની છે.
આપણા સેલવાસમાં પણ હવે મેડિકલ કોલેજ છે, આંતરરાષ્‍ટ્રીય સ્‍ટેડિયમ છે. સ્‍માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત અનેક લોકઉપયોગી કામો શરૂ કરવામાં આવ્‍યા છે. તેના દ્વારા રોજગારી ઉપલબ્‍ધ થઈ. કોરોનાના સંકટમાં શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ધ્‍યાન આપ્‍યું કે કોઈ પણ ઘરમાં ભૂખ્‍યું ન સૂવું જોઈએ. ગરીબોને મફત અનાજ આપ્‍યું. સ્‍થાનિક ભાજપના કાર્યકર્તાઓએ કોરોનાની સારવારની વ્‍યવસ્‍થા કરી હતી. ઈન્‍ડસ્‍ટ્રીઝને વ્‍યાજ માફી, લોન રિસ્‍ટ્રક્‍ચરિંગ મળી. સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ મોદી સરકાર અને ભાજપની નીતિ રહી છે. જે ન તો અહીંના ડેલકર પરિવારને આ નીતિ ખબર છે કે ન તો તેમની પાર્ટી શિવસેનાને. શિવસેના જેવી સંકુચિત, પ્રાદેશિક પાર્ટી દાનહમાં પગ જમાવવાનું વિચારે છે, આ બાબત દાનહના ભવિષ્‍ય માટે કેટલી ખરાબ સાબિત થઈ શકે છે, જો તમારે આ જાણવું હોય તો નજીકના થાણે, પાલઘર, નવી મુંબઈમાં સ્‍થાયી થયેલા તમારા ઔદ્યોગિક મિત્રો અને ભાઈઓ જેઓ મુંબઈ વસ્‍યા છે તેમને તમે પૂછીને જાણી લો.
લોકસભા ચૂંટણી એટલે દેશની સૌથી મોટી પંચાયતનીચૂંટણી. શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વમાં દિલ્‍હીમાં ભાજપની સરકાર છેલ્લા સાત વર્ષથી કામ કરી રહી છે. સેલવાસ નગરપાલિકામાં ભાજપના શહેર પ્રમુખ, ઉપપ્રમુખ પુરજોશમાં વિકાસના કામોમાં લાગેલા છે. આ વિકાસના ડબલ એન્‍જિનમાં જે ખામી છે તે અહીંના સાંસદની છે.
30 ઓક્‍ટોબરે યોજાનારી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર શ્રી મહેશભાઈ ગાવિતને જીતાડીને દાનહની જનતાને આ ખામી દૂર કરવાનો મોકો મળ્‍યો છે. મને પુરો વિશ્વાસ છે કે ભયમુક્‍ત દાનહના ભવિષ્‍ય માટે તમામ દાનહવાસીઓ સાચા આદિવાસી શ્રી મહેશભાઈ ગાવિતને પોતાનો કિંમતી વોટ આપશે. દાનહવાસીઓ દાનહમાંથી ડર, ભય અને ગુંડાગીરીને હંમેશ માટે દૂર કરવાની તક ગુમાવશો નહી.

Related posts

સામરવરણીમાં 14વર્ષીય તરુણીએ ગળે ફાંસો ખાઈ કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ દમણના પ્રમુખ તરીકે અપૂર્વ પાઠકની વરણી

vartmanpravah

દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલની સરકાર આજે કટ્ટર બેઈમાન તરીકે સાબિત થઈ છેઃ કેન્‍દ્રિય માહિતી પ્રસારણ અને ખેલમંત્રી અનુરાગ ઠાકુર : દીવ ખાતે પત્રકારો સાથે કરેલી વાતચીત

vartmanpravah

ભારત સરકારના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રાલય દ્વારા સંઘપ્રદેશ દાનહ-દમણ-દીવને આયુષ્‍માન ભારત યોજનામાં શ્રેષ્‍ઠ પ્રદર્શન માટે બે પુરસ્‍કારોની નવાજેશઃ સંઘપ્રદેશ

vartmanpravah

દમણમાં 76મા સ્‍વતંત્રતા દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી

vartmanpravah

દિલીપનગરમાં આયોજીત શ્રીમદ્‌ ભાગવત કથાએ પેદા કરેલું ધાર્મિક આકર્ષણઃ કથા સાંભળવા લોકોમાં પેદા થયેલી ઉત્‍સુકતા

vartmanpravah

Leave a Comment