December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

સરપંચ શાંતુભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને દમણના ભીમપોર ગ્રામ પંચાયતની વિકાસના વિશ્વાસ સાથે મળેલી ગ્રામસભા

દમણ જિ.પં.ના પ્રમુખ નવિનભાઈ પટેલે 30મી નવેમ્‍બરના રોજ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના સૂચિત કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં લોકોને ઉપસ્‍થિત રહેવા કરેલું આહ્‌વાન

બીડીઓ પ્રેમજીભાઈ મકવાણાએ ગ્રામજનોને પંચાયતની ભૌગોલિક પરિસ્‍થિતિ મુજબ વધુમાં વધુ જળસંચય કરવા, પંચાયતમાં સ્‍થિત તળાવનું જતન અને સંવર્ધન તથા ગૌશાળા અંગે આપેલી વિસ્‍તૃત માહિતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17 : આજે નાની દમણની ભીમપોર ગૃપ ગ્રામ પંચાયતમાં ભારત સરકારની ‘સબકી યોજના, સબકા વિકાસ’-ગ્રામ પંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાન (જીપીડીપી) અભિયાન અંતર્ગત સરપંચ શ્રી શાંતુભાઈ પટેલની અધ્‍યક્ષતામાં ગ્રામસભા મળી હતી. જેમાં અનેક વિકાસના કામો ઉપર મહોર મારવામાં આવી હતી અને ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલયના આદેશ મુજબ અગામી વર્ષ 2023-’24 માટે ગ્રામ પંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાન (જીપીડીપી) ગ્રામજનોની સમક્ષ રજૂ કરી તેને સર્વાનુમતે મંજૂર કરાયો હતો.પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે મળેલી ભીમપોર ગૃપ ગ્રામ પંચાયતની ગ્રામસભામાં દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે જિલ્લા પંચાયત દ્વારા ભીમપોર પંચાયત વિસ્‍તાર માટે પ્રસ્‍તાવિત કામોની જાણકારી આપી હતી. તેમણે પ્રધાનમંત્રીશ્રીની સંઘપ્રદેશની પ્રસ્‍તાવિત મુલાકાતના સંબંધમાં જાણકારી આપતા જણાવ્‍યું હતું કે, ભીમપોર ગ્રામ પંચાયત વિસ્‍તારમાંથી વધુમાં વધુ લોકો પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહે તે પ્રકારના આયોજન ઉપર જોર આપવા પણ માર્ગદર્શન આપ્‍યું હતું.
દમણના વિકાસ ઘટક અધિકારી(બીડીઓ) શ્રી પ્રેમજીભાઈ મકવાણાએ ગ્રામજનોને પંચાયતની ભૌગોલિક પરિસ્‍થિતિ મુજબ વધુમાં વધુ જળસંચય કરવા પંચાયતમાં સ્‍થિત તળાવનું જતન અને સંવર્ધન કરવા તથા ગૌશાળા અંગે વિસ્‍તૃત માહિતી આપી હતી. તેમણે ગ્રામજનોના કેટલાક પ્રશ્નોના ઉત્તરો પણ આપ્‍યા હતા.
ગ્રામસભામાં જિલ્લા પંચાયતના જાહેર બાંધકામ વિભાગના સહાયક એન્‍જિનિયર શ્રી સંદિપ તંબોલી તથા ખેતી વિભાગ, શિક્ષણ, ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગ તથા અન્‍ય વિભાગોથી ઉપસ્‍થિત કર્મચારીઓ અને ગ્રામજનોને તેમના વિભાગ દ્વારા થનાર કાર્યો અને વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી હતી.

Related posts

શિક્ષક દિવસના ઉપલક્ષમાં ગુજરાત ટેક્‍નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા દમણની સરકારી પોલિટેકનિકના વિભાગાધ્‍યક્ષ ડૉ. રાકેશકુમાર ભૂજાડેની ટેક-ગુરૂના એવોર્ડથી કરાયેલું સન્‍માન

vartmanpravah

સેલવાસ નગરપાલિકાના સીઓ તરીકે ચાર્મી પારેખે સંભાળ્‍યો ચાર્જ

vartmanpravah

વલસાડ ભાજપ દ્વારા દક્ષિણ ગુજરાતની વિધાનસભાની બેઠકો માટે ચૂંટણીલક્ષી મહામનોમંથન હાથ ધરાયું

vartmanpravah

દાનહ ચૂંટણી વિભાગ દ્વારા મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા કરાયેલી અપીલ

vartmanpravah

ચીખલી ખુંધના નારી સંરક્ષણ કેન્દ્રઍ અન્ય રાજ્યની મહિલાને તેમના પરિવાર સાથે મિલન કરાવી બજાવેલી ઉમદા કામગીરી

vartmanpravah

નાણાં મંત્રી કનુભાઇ દેસાઇના હસ્‍તે પારડી નગરપાલિકા વિસ્‍તારમાં રૂા.૪૩૧.૯૪ લાખના ખર્ચે ચાર વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત

vartmanpravah

Leave a Comment