October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસ પોલીસે મટકાનો જુગારઃ રમાડનાર એક વ્‍યક્‍તિની કરેલી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10 : દાદરા નગર હવેલીના સેલવાસ વિભાગની પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્‍યાન તેમને મળેલી માહિતી પ્રમાણે નરોલી રોડ એચ.ડી.એફ.સી. બેંક પાસે પહોંચ્‍યા હતા. જ્‍યાં સુનિલ રણછોડ પટેલ (ઉ.વ.48) રહેવાસી નાની તંબાડી, તા.પારડી જેની પાસેથી મટકાના જુગારને લગતા કાગળો મળી આવ્‍યા હતા. પોલીસે સઘન પૂછપરછ કરતા તેણે કબુલાત કરી હતી કે તે મોબાઈલ ફોન પર ઓનલાઈન મટકાનો જુગાર રમી રહ્યો હતો. પોલીસે ઝડપી પાડેલા મટકા જુગારિયા વિરુદ્ધ બોમ્‍બે જુગાર નિવારણ અધિનિયમની જોગવાઈ હેઠળ ગુનો દાખલ કર્યો હતો અને તેની પાસેથી એક મોબાઈલ સહિત રૂા.13,890ની રોકડ જપ્ત કરી હતી અને સુનિલ રણછોડ પટેલની ધરપકડ કરી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

સાદકપોર ગામેથી સગર્ભા મહિલાઓ માટેની પોષણસુધા યોજનાનો શુભારંભ કરાયો

vartmanpravah

દમણ-દાનહની તમામ ગ્રામ પંચાયતોમાં ‘મારી માટી મારો દેશ’ અંતર્ગત યોજાયા કાર્યક્રમો

vartmanpravah

દીવ ન.પા.ના પ્રમુખની ચૂંટણી 16 જુલાઈએ યોજાશે

vartmanpravah

ચીખલી પ્રેરણા ગ્રુપ દ્વારા વન વિસ્‍તારમાં અનાજ, ધાબળા અને સ્‍વેટરનું વિતરણ કરવામાં આવ્‍યું

vartmanpravah

કે.બી.એસ. એન્‍ડ નટરાજ કોલેજનો એન.એસ.એસ. કેમ્‍પ યોજાયો

vartmanpravah

દાનહમાં ‘હિન્‍દી પખવાડા’ અંતર્ગત હિન્‍દી ભાષણ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment