વલસાડ જી.આર.પી.એ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી : પરિવાર મુંબઈથી સુરત ટ્રેનમાં જતો હતો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.31
મુંબઈથી સુરત સિકદરાબાદ-રાજકોટટ્રેનમાં સુરત જવા નિકળેલ જવેલર્સ પરિવારનું વલસાડ સ્ટેશને રૂા.ર.07 લાખની મત્તા ભરેલ પાકીટ ચોરાઈ જતા જી.આર.પી.માં ફરિયાદ નોંધાવી હતી.
સુરત બોમ્બે માર્કેટ જવેલર્સનો વ્યવસાય કરતા સુરજ કોચનજી બાફના પરિવાર સાથે મુંબઈથી સિંકદરાબાદ-રાજકોટ ટ્રેનમાં નિકળ્યા હતા. વલસાડ સ્ટેશને સીટ નં. પર(બાવન) ઉપર રાખેલ પાકિટ કોઈ ચોર ઈસમ ચોરી કરી ફરાર થઈ ગયાની જાણ બાફના પરિવારને થઈ હતી. પાકિટમાં રોકડા રૂપિયા, સોનાનું બ્રેસલેટ, એ.ટી.એમ. કાર્ડ મળી રૂા.ર.07 લાખની મત્તા હતી. સુરત સ્ટેશન ફરિયાદ નોંધાવેલ તે ફરિયાદ વલસાડ જી.આર.પી.ને. ટ્રાન્સફર કરવામાં આવતા વધુ તપાસ હાથ ધરાઈ હતી.