Vartman Pravah
Breaking Newsવલસાડ

ચંન્‍દ્રપુર પાર નદીમાં પુલ ઉપરથી નદીમાં ઝંપલાવતા યુવાનને બચાવી લેવાયો

પારનેરા હિરેન નામનો યુવાન આપઘાત કરે તે પહેલા ચંદ્રપુરના લાઈફ સેવરના યુવાનોએ બચાવી લીધો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.31
પાર નદીના નાના પુલ ઉપરથી હિરેન નદીમાં કુદવા આવેલ પારનેરાના યુવાનનો લાઈવ વીડિયો વાયરલ થતા જ સમય સૂચકતા આધિન ચંદ્રપુરના લાઈફ સેવરના યુવાઓને નદીમાં યુવાન ઝંપલાવે તે પહેલા જ બચાવી લઈને પરિવારની દિવાળી સુધારી હતી.
પારનેરા ગામે રહેતો હિરેન નામનો યુવાન કોઈ અંગતકારણોસર નદીમાં આપઘાત કરી રહેલ હોવાનો લાઈવ વીડિયો દ્વારા મિત્રોને જણાવી રહ્યો હતો. આ વીડિયો વાયરલ થતાં ચંન્‍દ્રપુર લાઈફ સેવરના સુબોધ માંગેલા અને જીજ્ઞેશ માંગેલા પરિવાર સાથે નદી ઉપર દોડી આવ્‍યા હતા. હિરેન નદીમાં આપઘાત કરે તે પહેલા જ તેને બચાવી લેવાયો હતો. સમય સૂચકતા વાપરીને લાઈફ સેવરના યુવાઓને પરિવારની દિવળી સુધારી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે પાર નદી ઉપર આપઘાત કરવાના બનાવ લગાતાર બનતા રહે છે તે ચિંતાજનક બાબત સમગ્ર પરિવાર માટે બની રહી છે.

Related posts

વાપી છીરી ગ્રામ પંચાયતની બેદરકારીને લીધે વરસાદમાં 150 ઉપરાંત પરિવારોનો રાતવાસો રોડ ઉપર

vartmanpravah

વલસાડ હાઈવે રોલા ગામે યોજાયેલ બાઈકર્સ ઈવેન્‍ટ ભારે પડયો, જોખમી સ્‍ટંટ કરનારાઓ સામે ગુનો નોંધાયો

vartmanpravah

સંઘપ્રદેશમાં ‘હર ઘર તિરંગા’ અભિયાને પકડેલું લોક આંદોલનનું સ્‍વરૂપઃ લોકોનો ઉમંગ અને જુસ્‍સો સાતમા આસમાને

vartmanpravah

ધરમપુર વિરવલ હાઈસ્‍કૂલ વિદ્યાર્થીઓ જર્જરીત ઓરડામાં ભણવા લાચાર : ચોમાસામાં સ્‍થિતિ દયનિય

vartmanpravah

દાનહમાં રાજસ્‍થાન યુવા સેવા સંઘ દ્વારા યોજાયેલા રક્‍તદાન શિબિરમાં 90 યુનિટ રક્‍ત એકત્ર

vartmanpravah

ચીખલી પીપલગભાણની ખરેરા નદીમાં ડૂબી જવાથી ૧૧ વર્ષીય બાળકનું મોત

vartmanpravah

Leave a Comment