June 30, 2025
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ-નરોલી ગામની ત્રણ સગીર યુવતી ઉત્તર પ્રદેશથી મળી આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13
દાદરા નગર હવેલીના નરોલી ગામની ત્રણ સગીર યુવતીઓ ગુમ થઇ હોવાની ફરિયાદ સેલવાસ પોલીસ સ્‍ટેશનમાંનોંધાઈ હતી. જેઓના મોબાઈલના આધારે તપાસ કરતા ઉત્તરપ્રદેશ નોઇડાથી મળી આવી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર જગદીશ બાલક્રિષ્‍ના સિમ્‍પી રહેવાસી ગણેશ કોમ્‍પ્‍લેક્‍સ નરોલી જેઓએ એમની 15 વર્ષની દીકરી સવારે શાળામાં જાઉ છું એમ કહી ઘરેથી નીકળી હતી. ત્‍યારબાદ પરત ઘરે નહી આવતા એની સાથે ભણતી બે મિત્રોના ઘરે તપાસ કરતા તેઓ પણ મળ્‍યા ન હતા. આ ઘટના અંગેની સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં આઇપીસી અંડર સેકશન 363 મુજબ ગુનો નોંધી ફરિયાદ નોંધવામા આવી હતી.
પોલીસ માટે આ ચેલેંજીંગ કેસ હતો, પોલીસ અધિક્ષક શ્રી હરેશ્વર સ્‍વામી, એસડીપીઓ શ્રી સિદ્ધાર્થ જૈન દ્વારા પીએસઆઇ શ્રી જીગ્નેશ પટેલ અને એએસઆઈ શ્રી આર.ડી.રોહિત દ્વારા એક ટીમ બનાવવામા આવ્‍યા બાદમા કિડનેપ થયેલ છોકરીઓના મોબાઈલને ટ્રેસ કરવામા આવતા અને આ છોકરીઓના સોશિયલ મીડિયા કોન્‍ટેક્‍ટ તપાસ કરતા તેઓનું લોકેશન નોઈડા ઉત્તરપ્રદેશનું જાણવા મળ્‍યુ હતું.
દાનહ પોલીસની ટીમ તાત્‍કાલિક સ્‍થાનિક પોલીસની મદદ દ્વારા ત્રણે છોકરીઓને નોઇડાથી શોધી લાવી એમના વાલીઓને સોપવામા આવી હતી. દાનહ પોલીસ દ્વારા સગીર છોકરીઓને પૂછપરછ કરતા તેઓએ જણાવ્‍યું હતું કે અમે ત્રણે ટ્રેન મારફતે નોઈડા સુધી પહોંચી ગયા હતા. છોકરીઓસોશિયલ મીડિયાના ચક્કરમાં આવા કદમ ઉઠાવ્‍યા હોવાનું બહાર આવ્‍યુ છે.

Related posts

નવસારી લોકસભા બેઠક માટે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ મજબૂત દાવેદાર

vartmanpravah

દાનહ પોલીસે લૂંટની ઘટનામાં સામેલ ત્રણ આરોપીની કરેલી ધરપકડ

vartmanpravah

ડુંગરા પોલીસે 1 વર્ષથી પેરોલ પરથી એન.ડી.પી.એસ. ગુનાના ફરાર આરોપીને ઝડપી પાડયો

vartmanpravah

આજે વાપીમાં વૃષ્‍ટિ શાહનું આરંગેત્રમ

vartmanpravah

176-ગણદેવી વિધાનસભા બેઠક પર કોંગ્રેસની પાણીખડક ખાતે યોજાયેલી જાહેર સભામાં હજારોની સંખ્યામાં ઉમટી પડેલી જનમેદની

vartmanpravah

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી): કાચુ મકાનમાં વસવાટ દરમિયાન અનેક સમસ્‍યાઓનો સામનો કરવો પડતો હતો પ્રધાનમંત્રી આવાસ યોજનાથી મારૂ પાકા મકાનનું સ્‍વપ્‍ન પૂર્ણ થયું. દિવ્‍યાંગ હેતલકુમાર પટેલ

vartmanpravah

Leave a Comment