September 8, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આજે સ્વામી નરેન્દ્રાચાર્યજી મહારાજનો દમણ ખાતે ઍક દિવસીય સમસ્યા માર્ગદર્શન તેમજ દર્શન મહોત્સવ કાર્યક્રમ યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30: અનંત શ્રી વિભૂષિત જગદગુરુ રામાનંદાચાર્ય શ્રી સ્‍વામી નરેન્‍દ્રાચાર્યજી મહારાજશ્રીનો તા.31-01-2023ના મંગળવારે સ્‍વામી વિવેકાનંદ સભાગૃહ, દમણ સરકારી કોલેજની બાજુમાં, દુનેઠા રોડ, નાની દમણ ખાતે એક દિવસીય સમસ્‍યા માર્ગદર્શન તેમજ દર્શન મહોત્‍સવ કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતથી સ્‍વામીજીના અનુયાયીઓ અને ભક્‍તો દર્શનનો લાભ લેવા મોટી સંખ્‍યામાં આવનાર છે. આ ધાર્મિક કાર્યક્રમમાં સ્‍વામીજીનું અમૃતતુલ્‍ય પ્રવચન અને માર્ગદર્શનનો અચૂક લાભ લેવા માટે જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ છે. કાર્યક્રમમાં મહાપ્રસાદનું પણ આયોજન છે.
ઉપરોક્‍ત કાર્યક્રમનું આયોજન સ્‍વસ્‍વરૂપ સંપ્રદાય ઉપપીઠ ગુજરાત રાજ્‍યના હેઠળ યજમાન દમણ જિલ્લા સેવા સમિતિ અને ભક્‍તમંડળ કરનાર છે.

Related posts

સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્‍થાન મેળવ્‍યું

vartmanpravah

મોટી તંબાડીમાં પંચમુખી હનુમાનજી મંદિર ખાતે જન્‍મોત્‍સવ કાર્યક્રમ ધામધૂમથી ઉજવાયો

vartmanpravah

દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસો.ના અધ્‍યક્ષ તરીકે સર્વાનુમતે સત્‍યેન્‍દ્ર કુમારની વરણીઃ ‘સબકા સાથ, સબકા વિકાસ’ની સાથે ‘સબકા પ્રયાસ’થી ઉદ્યોગોની સમસ્‍યાના સમાધાન માટે આપેલો કોલ

vartmanpravah

મિશન મિલાપ અંતર્ગત વલસાડ પોલીસે ગુમ થયેલા ત્રણ બાળકોને શોધી માતા-પિતા સાથે મેળાપ કરાવી આપ્‍યો

vartmanpravah

ચીખલીના રેઠવાણીયા ગામમાં દીપડાની ચહલ પહલ જણાતા ગોઠવાયેલુ પાંજરું

vartmanpravah

ભારતના ઉપ રાષ્‍ટ્રપતિ વૈંકયા નાયડુ સહપરિવાર લક્ષદ્વીપની મુલાકાતે : ઉષ્‍માભેર અભિવાદન

vartmanpravah

Leave a Comment