December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

વલસાડના છીપવાડમાં ગંદી ગંગલી ખાડીમાં નશામાં ચકચૂર યુવાન ખાબકી ગયો

ધૃત યુવાનને કાઢવામાં લોકો નિષ્‍ફળ રહેતા ફાયર બ્રિગેડે દોરડે બાંધી યુવાનને બહાર કાઢયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17
દારૂનું વ્‍યસન હૃદથી વધુ વધી જાય તો માણસ ભાન ભૂલી જતો હોય છે. વલસાડ છીપવાડમાં આવેલી ગંદી ગંગલી ખાડીમાં એક યુવાન નશાથી ચકચૂર હાલતમાં બેભાન સ્‍થિતિમાં ખાબકી ગયો હતો. જેને બહાર કાઢવાના લોકોના તમામ પ્રયાસો નિષ્‍ફળ રહેતા ફાયર બ્રિગેડે દોરડો બાંધીને બહાર કાઢયો હતો. કારણ કે નશામાં ચૂર દારૂડીયો બહાર નિકળવા જ માંગતો નહોતો.
વલસાડના છીપવામાં ગંદા પાણીની ગંગલી ખાડી પસાર થાય છે. આ ખાડીમાં બુધવારે બપોરે એક નશામાં ચકચૂર બનેલો યુવાન પડી ગયો હતો. તેથી લોકો એકઠા થઈનેદારૂડીયાને બહાર કાઢવાની કોશિશો હાથ ધરેલી. પરંતુ બેભાન નશામાં ચૂર યુવાન બહાર આવવા માગતો જ નહોતો ઉપરથી ગંદુ પાણી ઉલેચીને બધાનો સામનો કરતો હતો. તેથી અંતે ફાયર બ્રિગેડની સેવા લેવી પડી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ દોરડેથી બાંધી મહામહેનતે દારૂડીયા યુવાનને મહામુસીબતે બહાર કાઢયો હતો. શહેરની આ ઘટનાએ સારી ચકચાર જગાવી હતી.

Related posts

છેલ્લા ત્રણ દિવસથી વલસાડમાં લમ્પી વાયરસનો એકપણ કેસ નહીં

vartmanpravah

વરસાદના વિરામ બાદ વલસાડ જિલ્લામાં રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્‍ય તંત્રની 581 ટીમો કાર્યરત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દમણમાં વિકાસકાર્યોની કરેલી સમીક્ષા

vartmanpravah

એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા એન્‍જિનિયર્સ-ડેની ઉજવણી કરાઈ

vartmanpravah

વલસાડમાં 13 વર્ષિય કિશોરીનું ડેન્‍ગ્‍યુની સારવારમાં કરુણ મોત નિપજ્‍યું

vartmanpravah

વલસાડ લીલાપોર કોસ્‍ટલ હાઈવે ઉપર રેતી ભરેલ ટ્રક પલટી મારી જતા દોડધામ મચી ગઈ

vartmanpravah

Leave a Comment