અક્ષય દેસાઈ, સીનીયર સબ એડિટર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.04:
ધરમપુર તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં આવેલા રાજપુરી જંગલમાં રહેતા આદિવાસીઓની જમીન ડુંગરાળ વિસ્તારમાં હોવાથી સિંચાઇ માટેના પાણીની ઉપલબ્ધતા નહીં હોવાથી તેઓ માટે તેમના ઘરની આસપાસની મર્યાદિત જમીનમાં ચોમાસાની ઋતુમાં નાગલી, તુવેર, અડદ, જુવાર, રાગી વગેરે જેવા પાકોની ઉપજમાંથી મળતી આવક એ તેમની ઉપજ રહેતી હતી આ ઉપજમાંથી તેઓના પરિવારનું ભરણપોષણ કરવું પડતું હતું.
આમ, આ ડુંગરાળ વિસ્તારમાં રહેતા આદિવાસીઓ માટે આવકનું અન્ય કોઇ સાધન ન હોવાના પરિણામે તેઓએ દર વર્ષે ચોમાસું આવે તેની રાહ જોવી પડતી હતી. આવા સંજોગોમાં રાજય સરકારની જિલ્લા ગ્રામવિકાસ એજન્સી દ્વારા મિશન મંગલમ યોજના અન્વયે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના એન. આર. એલ. એમ. ના પ્રોજેકટ હેઠળ તાલુકાની ગામની બી. પી. એલ. બહેનો અને તેમાં પણ સોશીયો ઇકોનોમી સર્વેઇન્ડેકસના આધારે બાકી રહેલી બહેનોને આવરી લઇને આ બહેનો પગભર થાય અને તેઓ તેમના પરિવારને મદદરૂપ થાય તેવા હેતુસર બહેનો જ દ્વારા સંચાલિત સ્વ સહાય જૂથની રચના કરવામાં આવે છે. આ હેતસર વલસાડની જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના પ્રજેકટ મેનજર સંતોષભાઇ દિનાકરનના માર્ગદર્શન હેઠળ ધરમપુર તાલુકાના આસીસ્ટન્ટ પ્રોજેકટ મેનેજર જશવંતભાઇની રાહબરી નીચે રેખાબેન પટેલને કલ્સ્ટર કોઓર્ડિનેટર બનાવી તેમના દ્વારા ગામની બહેનોને સ્વબચતની સમજણ આપીને તેમની બચતથી ગામમાં સ્વ સહાય જૂથની રચના કરીને તેમની વનપેદાશોના વેચાણથી આવક ઉભી કેમ કરવી તે બાબતની સમજણ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત રાજપુરી જંગલના કીનુબેન ધર્મેશભાઇ કુંવરને જશવંતભાઇએ યોજનાની સમજણ આપી હતી અને તેઓની સાથે 10 મહિલાઓના ગાયત્રી સ્વ સહાય જૂથની રચના કરવામાં આવી અને તેમને આ સ્વ સહાયજૂથના પ્રમુખ બનાવવામાં આવ્યા ત્યારબાદ તેમના ગાયત્રી સ્વ સહાયજૂથનું બેંક ખાતું ખોલાવી દર માસે રૂા. 100/- ની બચત દરેક બેહનો પાસે કરાવવામાં આવી અને આ રીતે ત્રણ માસ સુધી રૂા. 9000/- ની બચત કરાવવામાં આવી. આ ઉપરાંત તેઓને પૈસા જમા અને ઉપાડ માટે બેંકની લેવડ – દેવડ કેવી રીતે કરવાની તે શીખવાડવામાં આવ્યું ત્યારબાદ તેમના સ્વ સહાયજૂથ દ્વારા તેમને વનપેદાશો જેવી કે, કરમદા, કાકડા, મહુડાની બી, કાજુ બી, ગુંદર, ખાખરાના પાન, ટીમરૂ પાન વગેરેનું કલેક્શન કરી તેમને સ્થાનિક હાટબજારમાં અને ધરમપુર ખાતે વેચાણ કરતાં તેમને વાર્ષિક રૂા. 3 લાખ ઉપરાંતની આવક ઉભી કરવામાં આવી અને તેમાંથી મંડળની દસ બહેનોને રૂા. 3000/- આવક મળતી શરૂ થઈ. ત્યારબાદ સરકારશ્રીની નીતિ મુજબ બચતના ધારાધોરણ મુજબ તેમના સ્વ સહાયજૂથને રીવોલ્વીંગ ફંડ પેટે રૂા.15000/- પ્રોત્સાહક રકમ તરીકે આપવામાં આવી.
રાજપુરી જંગલના ગાયત્રી સ્વ સહાય જૂથે તેમની ઉત્તરોત્તર પ્રગતિ કરતાં ગયા અને આ રીતે તેમના સ્વ સહાય જૂથે આવક ભી કરીને બહેનોને આત્મનિર્ભર બનાવી. આ ગૃપે ઉત્તરોત્તર પ્રગતિ કરતાં તેમને સરકારશ્રીની આ યોજના મુજબ છ માસ પૂર્ણ થયા બાદ તેમના ગૃપને વ્યાજરહિત રૂા. 1 લાખની કેશક્રેડિટ મંજૂર કરી તેમને આર્થિક રીતે સધ્ધરતા પૂરી પાડવામાં આવી. આમ, ગાયત્રી સ્વ સહાય ગૃપે ગામની અન્ય બહેનો પણ આત્મનિર્ભર થાય તે માટે ગામની અન્ય બહેનો માટે 10 ગૃપ ગ્રામસખી મંડળની રચના કરી ગામની દરેક બહેનોને આ સહાયનો લાભ અપાવ્યો. આમ, કિનુબેને પોતાની સાથે ગામનો વિકાસ કરવા માટે સરકારશ્રીની આ યોજના મુજબ રાજપુરી ગૃપ ગ્રામસખી મંડળની રચના કરતાં આ ગામની બહેનોના વિકાસમાટે ગરીબ કલ્યાણમેળામાં ધરમપુર ખાતે રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના વરદ્ હસ્તે રાજપુરીજંગલના ગૃપ ગ્રામ સખીમંડળને રૂા. 7 લાખનો ચેક આપવામાં આવ્યો હતો. આ ચેક આપવા બદલ ગાયત્રી સ્વ સહાય જૂથના કિનુબેન અને તેમના ગૃપની બહેનોએ સરકારશ્રીનો આભાર માન્યો હતો.
-000-