December 1, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

પોર્ટુગીઝ શાસન સામે સૌપ્રથમ અવાજ ઉઠાવનાર દાનહમાં આદિવાસી મહિલા જતરૂબેન ધુમની 27મી પુણ્‍યતિથિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.16
દાદરા અને નગર હવેલી પોર્ટુગીઝ શાસન સામે સૌપ્રથમ અવાજ ઉઠાવનાર આદિવાસી મહિલા જતરુબેન ધૂમની 27મી પુણ્‍યતિથિ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
ખાનવેલ વિસ્‍તરણના ચૌડા ગામની મહિલા જત્રુબેન વાંસભાઈ ધુમે સૌપ્રથમ પોર્ટુગીઝ સરકાર દ્વારા થતા અન્‍યાય સામે અવાજ ઉઠાવ્‍યો અને આદિવાસી સમાજને જાગળત કરવા માટે ગામડે ગામડે જઈને રજૂઆત કરી હતી. જતરુબેનની સાથે ખાનવેલના 35 ગામોના લોકોએ પણ આ આંદોલનમાં જોડાઈને સહકાર આપ્‍યો હતો. જેમાં વેલુગામના ચૈતાભાઈ કડુ અને બિલધારી ગામના લોકો સામેલ હતા. તે સમયે વાહનવ્‍યવહારની કોઈ સુવિધા નહી હોવાના કારણે જતરુબેને ઘોડા પર મુસાફરી કરીને લોકોને જાગળત કરવાનું કાર્ય કર્યું હતું.
આદિવાસી મહિલા જતરુબેન ધુમ 16/11/1994 ના રોજ અવસાન પામ્‍યા હતા. આજે 27મી પુણ્‍યતિથિ નિમિત્તે ભાજપના આદિવાસી મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી રમેશભાઈ કડુ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સંજયભાઈ રાઉત, ભાજપ અગ્રણી શ્રી સંતુભાઈ પવાર, શ્રી લાડકભાઈ મિસાલે પરિવાર સહિત તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
આ અવસરે પુત્ર શ્રી ઉદયભાઈ ધૂમ, પુત્રવધૂ કકડુબેન કાળે ધૂમ, પૌત્ર શ્રી ધાકલભાઈ ધૂમ, પુત્રવધૂ શ્રીમતી જગુબેન ધાકલભાઈ ધુમ વગેરે સહિત પરિવારજનો ઉપસ્‍થિત રહ્યાહતા.

Related posts

રાજ્‍યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્‍તે વલસાડ-નવસારીના યુવા બોર્ડના ઝોન સંયોજકને એવોર્ડ એનાયત

vartmanpravah

દમણમાં જિલ્લા સ્‍તરીય પ્રી-સુબ્રોતો મુખરજી કપ ફૂટબોલ ટુર્નામેન્‍ટનો પ્રારંભ

vartmanpravah

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા JEEMainના વિદ્યાર્થીઓ માટે Target 99 Percentile પ્રોગ્રામ

vartmanpravah

દાનહના અંતરિયાળ વિસ્‍તારમાં ભારે પવન સાથે વરસાદઃ કેટલાક ગામોમાં કરા પડયા

vartmanpravah

સમસ્‍ત સંઘપ્રદેશ મહિલા સશક્‍તિકરણના પર્યાય અને મહિલાઓના આદર્શ ઉત્તરપ્રદેશના રાજ્‍યપાલ આનંદીબેન પટેલને વધાવવા ઘેલુ બન્‍યું છે

vartmanpravah

વલસાડ, ધરમપુર, કપરાડામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રેલી સહિત વિવિધ કાર્યક્રમો દ્વારા કરવામાં આવી

vartmanpravah

Leave a Comment