Vartman Pravah
Breaking Newsવાપી

વાપી શહેરમાં ભાજપ સહિત વિવિધ પાર્ટીઓએ 11 વોર્ડ વિસ્‍તારમાં ચૂંટણી પ્રચાર કાર્યાલય ધમધમતા કર્યા

ધારાસભ્‍ય-કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ અને આગેવાનોએ રીબીન કાપી ભાજપના 11 ચૂંટણી કાર્યાલયોનું ઉદ્દઘાટનકર્યું
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18
વાપી નગરપાલિકાની સામાન્‍ય ચૂંટણી આગામી તા.28 નવેમ્‍બરના યોજાનાર હોવાથી રાજકીય પક્ષો દ્વારા પોતપોતાના ચૂંટણી પ્રચાર કાર્યાલય વોર્ડવાઈઝ શરૂ કરી દીધા છે. તા.16મીએ ભાજપ-કોંગ્રેસ અને આપ સહિત અપક્ષ ઉમેદવારો જાહેર થતાની સાથે જ ચૂંટણી પ્રચાર પડઘમનો દબદબાપૂર્વક આજથી પ્રારંભ થયો હતો.
વાપીમાં કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, ભાજપ જિલ્લા પ્રમુખ હેમંત કંસારા, શહેર પ્રમુખ સતિષભાઈ પટેલ સહિત મોટી સંખ્‍યામાં કાર્યકરો, હોદ્દેદારો અને ઉમેદવારોની ઉપસ્‍થિતિમાં મધ્‍યસ્‍થ કાર્યાલયની સાથે સાથે વિવિધ 11 વોર્ડમાં રીબીન કાપીને વિધિવત ચૂંટણી કાર્યાલયોનો પ્રારંભ થયો હતો. વાપીમાં ભાજપના 44 ઉમેદવાર પૈકી (એક બિનહરીફ) થતા 43 ઉમેદવારો, કોંગ્રેસના 43 ઉમેદવાર, આપના 25 ઉમેદવાર અને 4 અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે તેથી પાલિકા ચૂંટણીમાં પ્રથમવાર ત્રિપાંખીયો રસાકસી ભર્યો જંગ છેડાશે એ નક્કી હાલ તો દરેક ઉમેદવારો જીતના દાવા કરી રહ્યા છે. મતદારો કોના ઉપર રીજે છે તે તો પરિણામ બતાવી આપશે.

Related posts

દાનહઃ ટોકરખાડા મરાઠી માધ્‍યમ શાળામાં રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવાયો

vartmanpravah

vartmanpravah

બાગાયત વિભાગની છૂટા ફૂલો, દાંડી ફૂલો અને કંદ ફૂલોની ખેતીમાં સહાયનો લાભ લેવા અરજી કરવી

vartmanpravah

દમણ એક્‍સાઈઝ વિભાગે દાભેલ ચેકપોસ્‍ટ પરથી ગેરકાયદે દારૂ ભરેલ ટેમ્‍પો ઝડપી પાડયો

vartmanpravah

સંઘપ્રદેશના પૂર્વ પ્રશાસક સત્‍ય ગોપાલને દમણની ડિસ્‍ટ્રીક્‍ટ અને સેશન કોર્ટ દ્વારા રૂા.5000નો દંડ

vartmanpravah

વાપી ચલા સ્‍વામિનારાયણ ગુરુકુળની વિદ્યાર્થીની સ્‍તુતિ શર્મા સ્‍ટેટ ફૂટબોલ ટીમ માટે પસંદગી

vartmanpravah

Leave a Comment