Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાત

કિલવણી નાકા નજીક બેગની દુકાનમા ચોરી : વેપારી એસોસિએશનના જનરલ સેક્રેટરીની દુકાનમાં ચોરોએ હાથ સાફ કર્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18
સેલવાસના કિલવણી નાકા મેઈન બજારમાં આવેલ બેગની દુકાનનું શટર તોડી મોડી રાત્રે ચોરી કરી હોવાની ઘટના પોલીસ સ્‍ટેશનમાં નોંધાઈ છે.
પ્રાપ્ત વિગત અનુસાર મહાજન બેગ હાઉસ તંબોલી ટાવર દુકાન નંબર 7ના માલિક સુનિલ મહાજન અને એમનો ભાઈ રાત્રે દસ વાગ્‍યે દુકાન બંધ કરી ઘરે ગયા હતા. સવારે જયારે ફરી દુકાન ખોલવા આવ્‍યા ત્‍યારે જોયું કે એમના દુકાનની શટરનું તાળુ તુટેલુ હતું અને દુકાનની અંદરનો સામાન પણ વેર વિખેર હાલતમા હતો.
દુકાન ખોલી જોતા અંદરથી બેગ, ઘડિયાળો અને પરફયૂમની બોટલો ચોરાયેલી જોવા મળી હતી એમણે પોતાની દુકાનમા સીસીટીવી કેમેરા લગાવ્‍યા છેપરંતુ ચોર એટલા સાતિર હતા. તેઓએ બહારથી જ મેઈન સ્‍વીચ બંધ કરી દીધી હતી. જેથી સીસીટીવીમાં નહી આવી શકે દુકાન માલિકના જણાવ્‍યા અનુસાર અંદાજીત 25 હજારનો સામાન ચોરી થયો છે દુકાનમાં રોકડા રૂપિયા રાખતા નથી. જેથી એ બચી ગયા હતા. સુનિલ મહાજન વેપારી એસોસિએશનના જનરલ સેક્રેટરી પણ છે તેઓએ સ્‍થાનિક વેપારીઓને પણ તાકીદ કરી છે કે આપણા વિસ્‍તારમાં ચોરોની ટોળુ સક્રિય છે. જેથી દરેક સાવધાન રહે.આ ઘટના અંગે સેલવાસ પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

દાનહમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં

vartmanpravah

ઉમરગામ પોલીસ સ્‍ટેશનનો ચોરીનો આરોપી કલસર ચેકપોસ્‍ટથી ઝડપાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ટ્‍વીટ કરી ભારતીય સશસ્ત્ર દળના જનરલ બિપીન રાવતના અકાળે થયેલા અવસાનની વ્‍યક્‍ત કરેલી દુઃખની લાગણી

vartmanpravah

વલસાડમાં નિઃશુલ્‍ક લિંબ-કેલીપર્સ અને ફ્રી કાર્ડીયાર્ક કેમ્‍પ

vartmanpravah

વલસાડ, વાપી એસ.ટી. વિભાગ દ્વારા હોળી-ધુળેટી તહેવારો માટે માંગો ત્‍યારે બસની યોજના કાર્યરત કરાઈ

vartmanpravah

કામકાજના સ્‍થળેસ્ત્રીઓની થતી જાતિય સતામણી અધિનિયમ અંતર્ગત લો કોલેજ વલસાડ ખાતે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment