Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ અને સેલવાસ જિલ્લા ગ્રામીણ ભાજપના પ્રભારી નવિનભાઈ પટેલે મસાટ મંડળની લીધેલી મુલાકાતઃ મિશન 2024માં સોળે કળાએ કમળ ખિલવવા કવાયત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.02: દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપના ઉપ પ્રમુખ અને સેલવાસ જિલ્લા ગ્રામીણ ભાજપના પ્રભારી તથા દમણ જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ શ્રી નવિનભાઈ પટેલે આજે સેલવાસ જિલ્લા ગ્રામીણના મસાટ મંડળનો પ્રવાસ કર્યો હતો. તેમણે મસાટ મંડળના બૂથ નંબર 168મા મંડળ કમીટિની સાથે બેઠક પણ કરી હતી.
અગામી લોકસભા 2024ની ચૂંટણીમાં દાદરા નગર હવેલીમાં કમળને સોળે કળાએ ખિલવવા માટે ભાજપના તમામ પદાધિકારીઓ પોતાના તન મન અને ધનથી સમર્પણ ભાવ સાથે કામે લાગી ગયા છે. જેની કડીમાં શ્રી નવિનભાઈ પટેલે મસાટ મંડળના કામકાજનું નિરીક્ષણ કર્યું હતું.
આ બેઠકમાં સેલવાસ જિલ્લા ગ્રામીણ ભાજપના અધ્‍યક્ષ શ્રી રાજેશ વરઠા, મસાટ વિભાગના જિલ્લા પંચાયત સભ્‍ય શ્રીમતી રેખાબેન પટેલ, જિલ્લા મહામંત્રી શ્રી રાજેશભાઈ સોલંકી, જિલ્લા મંત્રી શ્રી રમેશ પટેલ, એસ.સી.મોર્ચા સેલવાસ જિલ્લા ગ્રામીણના અધ્‍યક્ષ શ્રી દિલીપ માહ્યાવંશી, મંડળના પદાધિકારીઓ અને બૂથ અધ્‍યક્ષ સાથે પણ શ્રી નવિનભાઈ પટેલે ચર્ચા-વિચારણાં કરીહતી.
સમગ્ર કાર્યક્રમનું આયોજન મસાટ મંડળના અધ્‍યક્ષ શ્રી અશ્વિન પટેલે કર્યું હતું અને તેમણે સંગઠનના કાર્ય અને બૂથ લેવલની જાણકારી પણ આપી હતી.

Related posts

નાની દમણના પરકોટા શેરીમાં આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા યોજાયો કાર્યક્રમ

vartmanpravah

દાનહમાં ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ યોગાસન હરીફાઈ બાદ પુરસ્‍કાર વિતરણ કરાયા

vartmanpravah

વલસાડ શહેર ધોધમાર વરસાદમાં અનેક વિસ્‍તારો, બજારો પાણીમાં ગરકાવ : જનજીવન બેહાલ

vartmanpravah

ઉમરગામથી ક્રિષ્‍નાભાઈ ગુમ થયા

vartmanpravah

દાનહની સાયલી ગ્રામપંચાયત દ્વારા કંપનીઓના છોડાતા કેમીકલવાળા પાણી સંદર્ભે પોલ્‍યુશન કંટ્રોલ બોર્ડને કરાયેલી રજૂઆત

vartmanpravah

વલસાડ જિલ્લામાં સી.એન.જી. પમ્‍પ હડતાળને લઈ હજારો રીક્ષા ચાલકો અટવાઈ પડયા

vartmanpravah

Leave a Comment