April 18, 2026
Vartman Pravah
દમણ

મનુષ્‍ય અથવા જીવને ભગવાન શિવ તરફ લઈ જવાનો સૌથી પવિત્ર માર્ગ છે શિવ મહાપુરાણની કથાઃ પ.પૂ.મેહુલભાઈ જાની (ખેરગામવાળા)

શિવ કથામાં પટલારા જિલ્લા પંચાયત સભ્‍ય મેહુલભાઈ પટેલ અને દુધીમાતા મંદિરની ટીમને મુખ્‍ય મહેમાન તરીકે આમંત્રિત કરાયા
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.21
મોટી દમણ ભીતવાડી સમુદ્રના કિનારે ચાલી રહેલી શિવકથામાં કથાકાર શ્રી મેહુલભાઈ જાનીએ પોતાની રસાળ શૈલીમાં કથાનું વાંચન કરતા જણાવ્‍યું હતું કે, મનુષ્‍ય અથવા જીવને ભગવાન શિવ તરફ લઈ જવાનો સૌથી પવિત્ર માર્ગ શિવ મહાપુરાણની કથા છે.
આજે મોટી દમણના ભીતવાડી દરિયા કિનારે ભગવાન શિવની કથામાં વિશ્વ વિખ્‍યાત સુપ્રસિદ્ધ કથાકાર શ્રી મેહુલ ભાઈ જાનીએ વ્‍યાસપીઠ પરથી કથા સંભળાવતા મનુષ્‍યએ ભગવાન શિવને પ્રસન્ન કરવાના 5ાંચ ઉપાયો જણાવ્‍યા હતા. તેમણે પોતાની ભાવવાહી વાણીમાં જણાવ્‍યું હતું કે, જે વ્‍યક્‍તિ દરરોજ શિવાલયમાં જઈ શિવના દર્શન કરે છે તે વ્‍યક્‍તિ અથવા પ્રાણી ભગવાન શિવને પ્રિય છે. જે વ્‍યક્‍તિ શિવરાત્રિ પર ઉપવાસ કરે છે અથવા શિવરાત્રિ પર ભગવાન શિવની પૂજા કરે છે તે ભગવાન શિવને પ્રિય છે, જે વ્‍યક્‍તિ દરરોજ ભગવાન શિવના શિવલિંગ પર બિલિપત્રઅર્પણ કરે છે શિવને પ્રિય છે, જે મસ્‍તક ઉપર ભસ્‍મનું તિલક કરતા હોય છે તે ભગવાન શિવને ખૂબ પ્રિય હોય છે, જે વ્‍યક્‍તિ રૂદ્રાક્ષ ધારણ કરતો હોય છે અથવા રૂદ્રાક્ષની પૂજા કરે છે તે શિવને પ્રિય હોય છે. કથાના માધ્‍યમથી કથાકાર શ્રી મેહુલભાઈ જાનીએ જણાવ્‍યું હતું કે, દરરોજ ભગવાન શિવનું દર્શન કરવા, શિવરાત્રિનું વ્રત રાખવું, શિવને બિલિપત્રના પાન ચઢાવવા, ભસ્‍મનું તિલક કરવું અને રૂદ્રાક્ષ ધારણ કરવું.
શ્રી મેહુલભાઈ જાનીએ કથાને આગળ વધારતા જણાવ્‍યું હતું કે, આ સંસારમાં સૌપ્રથમ જે લિંગ પ્રકટ થયું હતું, તે લિંગનો અભિષેક બ્રહ્મા અને ભગવાન વિષ્‍ણુ દ્વારા કરવામાં આવ્‍યો હતો. હિંદુ તહેવારોમાં શિવરાત્રીએ સૌથી પ્રાચીન તહેવાર છે, તેથી દરેક જીવે શિવરાત્રીનો ઉપવાસ કરવો જોઈએ.
દમણના ઈતિહાસમાં પ્રથમ વખત સ્‍મશાનમાં શિવકથા યોજાઈ રહી છે કથાકાર શ્રી મેહુલભાઈ જાની(ખેરગામવાળા)એ ભગવાન શિવની કથાનું પઠન કરી રહ્યા છે અને હજારો ભક્‍તો શિવકથા શ્રવણનો લાભ લઈ રહ્યા છે. આ કથાનો મુખ્‍ય હેતુ ભગવાન શિવની મૂર્તિ સ્‍થાપનાનો છે. શ્રી મેહુલભાઈ જાનીએ જણાવ્‍યું હતું કે જે વ્‍યક્‍તિ કથામાં દાન કરશે, તે વ્‍યક્‍તિનું ઼નામ જ્‍યાં સુધી આકાશમાં સૂર્ય, ચંદ્ર રહેશે ત્‍યાં સુધી મુર્તિ સાથે જોડાયેલું રહેશે.
આજની શિવ કથામાંપટલારા જિલ્લા પંચાયતના સભ્‍ય શ્રી મેહુલભાઈ પટેલ અને દુધીમાતા મંદિરની ટીમને મુખ્‍ય મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્‍યા હતા. આ કથાને સફળ બનાવવા હિન્‍દુ સ્‍મશાન ભૂમિ મોટી દમણ સમિતિના શ્રી અશોકભાઈ રાણા, શ્રી ભરતભાઈ ભટ્ટ, શ્રી વાસુભાઈ પટેલ, શ્રી હીરા ટંડેલ, શ્રી પ્રમોદ રાણા, શ્રી જીવન મંગેલા, શ્રી કિશોર દમણિયા, શ્રી ભરતભાઈ સાગર, શ્રી પ્રેમાભાઈ પટેલ, શ્રી વિષ્‍ણુભાઈ હળપતિ, શ્રી પ્રમોદભાઈ શાહ, કાઉન્‍સિલર શ્રી પ્રમોદભાઈ રાણાએ ભારે જહેમત ઉઠાવી હતી તેમજ સમિતિના તમામ લોકો સખત મહેનત કરી રહ્યા છે.
વ્‍યારા, સોનગઢ, બારડોલી, ભરૂચ અને સુરતથી પધારેલા પૂજ્‍ય શ્રી મેહુલભાઈ જાની (ખેરગામવાળા) બાપુના શિષ્‍યો કથાનો આનંદ માણી રહ્યા છે. દમણમાં શ્રી મેહુલભાઈ જાનીની આ 22મી કથા છે.

Related posts

ભારતના ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડ સાથે પ્રશાસકશ્રીની શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

સેલવાસ પાલિકા દ્વારા પ્રિમોન્‍સુનકામગીરી માટે ખાસ રોબોટનો ઉપયોગ કરાયો: દેશની યુટીઓમા પહેલું રોબોટ મશીન દાનહ પ્રશાસનને મળ્‍યું

vartmanpravah

ખરડપાડા પંચાયત દ્વારા ખખડધજ રસ્‍તાઓનું સમારકામ શરૂ કરાયું

vartmanpravah

સંસદની જળ સંસાધન સંબંધિત સ્‍ટેન્‍ડિંગ કમિટિના સાંસદોએ દમણવાડા ગ્રામ પંચાયત અને નંદઘરની લીધેલી મુલાકાત

vartmanpravah

દમણ જિલ્લામાં ગ્રામ પંચાયતો દ્વારા સ્‍વચ્‍છતા હી સેવા અંતર્ગત વિવિધ હેલ્‍થ સેન્‍ટર સહિત સરકારી ઉપક્રમોની કરેલી સાફ-સફાઈ

vartmanpravah

લેસ્‍ટરની ઘટનામાં ઉચ્‍ચ સ્‍તરે દરમિયાનગીરી કરવા દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલના નેતૃત્‍વમાં હિન્‍દુ સંગઠનના કાર્યકર્તાઓએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની કરેલી મુલાકાત

vartmanpravah

Leave a Comment