June 30, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ ફાયર વિભાગમાં અધિકારીઓની આંતરિક બદલી : આંતરિક બદલીના કારણે પ્રદેશમાં ‘કહી ખુશી, કહી ગમ’નો માહોલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.11 : સંઘપ્રદેશના ડીઆઈજીપી અને ફાયર એન્‍ડ ઈમરજન્‍સી સર્વિસીસના ડાયરેક્‍ટર શ્રી મિલિંદ મહાદેવ ડુમ્‍બરેએ દાદરા નગર હવેલી અને દમણ-દીવના ફાયર બ્રિગેડ વિભાગમાં અધિકારીઓની આંતરિક બદલીઓનો આદેશ કર્યો છે. જેમાં દીવ ફાયર સ્‍ટેશનના ફાયર અધિકારી શ્રી કાનજીની સેલવાસ ખાતે અને સક્ષીકાન્‍ત માંગરીની સોમનાથ હેડક્‍વાર્ટરથી ખાનવેલ બદલી કરવામાં આવી છે. મોટી દમણ ફાયર સ્‍ટેશનના આસિસ્‍ટન્‍ટ ફાયર અધિકારી અને સબ અધિકારી શ્રી એસ.એલ.સોલંકીની દીવ ખાતે બદલી કરવામાં આવી છે. જ્‍યારે ભીમપોર ફાયર સ્‍ટેશનના શ્રી તુલસીદાસ માંગરીની સેલવાસ ફાયર સ્‍ટેશન ખાતે બદલી કરવામાં આવી છે. ઉપરાંત શ્રી આર.બી.બરસાની મોટી દમણથી ભીમપોર, શ્રી સુમન ઊતોમની સોમનાથ હેડક્‍વાર્ટરથી મોટી દમણ ખાતે, શ્રી પી.બી.માહ્યાવંશીની ભીમપોરથી સેલવાસ ખાતે, શ્રી એ.એસ.ચૌહાણની ભીમપોરથી મોટી દમણ ખાતે, શ્રી એસ.એલ.પટેલની ભીમપોરથી સેલવાસ ખાતે, શ્રી એચ.કે.રાઠોડની ભીમપોરથી સેલવાસ ખાતે, શ્રી એસ.એલ.ધોડીની સોમનાથ હેડક્‍વાર્ટરથી ભીમપોર ફાયર સ્‍ટેશન ખાતે, શ્રી એસ.એન.પટેલની ખાનવેલથી સોમનાથ હેડક્‍વાર્ટર ખાતે, શ્રી પી.કે.ચૌહાણની ખાનવેલથી ભીમપોર ખાતુ, શ્રી એ.પી.પટેલની સેલવાસથી ખાનવેલ ખાતે, શ્રી આર.બી.મારગેની સેલવાસથી ખાનવેલ ખાતે અને શ્રી એસ.એસ.ગાવિતની સેલવાસથી ભીમપોર ફાયર સ્‍ટેશન ખાતે બદલી કરવામાંઆવી છે.
સંઘપ્રદેશના ફાયર બ્રિગેડ વિભાગમાં કરવામાં આવેલી અધિકારીઓની આંતરિક બદલીના કારણે ‘કહી ખુશી, કહી ગમ’ની લાગણી પ્રવર્તી રહ્યો છે.

Related posts

દાદરાથી છ જુગારીઓની દાનહ પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

આઝાદીના અવસર ઉપર વાપીમાં હિન્દી હાસ્ય કવિ ગોષ્ઠી મંચનું આયોજન કરાયું

vartmanpravah

દાનહ જિલ્લા પ્રશાસને લેન્‍ડલેસ આદિવાસીઓને ફાળવવામાં આવેલ પ્‍લોટોનું બોગસ વીલના આધારે થયેલ ખરીદ-વેચાણની શરૂ કરેલી તપાસ

vartmanpravah

વાપીના લવાછામાં રાત્રે એ.ટી.એમ.ની ઓથમાં લપાતો-છુપાતો શંકાસ્‍પદ યુવાન ઝડપાયો

vartmanpravah

મલીયાધરા ગામે મોટરસાયકલ અને કાર વચ્‍ચે અકસ્‍માતમાં બાઈકની પાછળ બેસેલ મહિલાનું પટકાતા મોત

vartmanpravah

આજે વાપીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના જન્‍મ દિવસની ઉજવણી : રક્‍તદાન કેમ્‍પ-ફ્રૂટ વિતરણ કરાશે

vartmanpravah

Leave a Comment