October 15, 2026
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

માઁ વિશ્વંભરી તિર્થયાત્રા ધામમાં ઉજવાઈ રહ્યો છે ભવ્‍યાતિભવ્‍ય ચૈત્રી નવરાત્રી પર્વ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: દરેક વર્ષે ચાર નવરાત્રીઓ આવે છે તેમાં ચૈત્રી નવરાત્રીનું સૌથી વધુ મહત્‍વ છે. માઁ વિશ્વંભરી તિર્થયાત્રા ધામમાં દર વર્ષે ચૈત્રી નવરાત્રીમાં મહા યજ્ઞ તથા વૈદિક પરંપરા અનુસાર પ્રાચીન રાસ ગરબાના સાંસ્‍કળતિક કાર્યક્રમ થાય છે. આ વર્ષે ચૈત્રી નવરાત્રીમાં દરરોજ સવારે શ્રી યાગ મહાયજ્ઞ થાય છે. આ યજ્ઞ કરવાથી માઁ લક્ષ્મીજીની કળપા વરસતી રહે છે તેમજ ધન, એશ્વર્ય એવમ બળમાં વૃધ્‍ધિ થાય છે. યજ્ઞથી ભૌતિક સ્‍તરે, આધ્‍યાત્‍મિક સ્‍તરે સમસ્‍યા કે સ્‍વાસ્‍થ્‍ય સબંધી ઘણાં રોગમાં પ્રત્‍યક્ષ લાભ પ્રાપ્ત થાય છે. યજ્ઞથી વાતાવરણનું જબરજસ્‍ત શુધ્‍ધિકરણ થાય છે. દેશ વિદેશથી આવેલા અનેક ભક્‍તો આ શ્રી યાગ મહાયજ્ઞનો લાભ લઈ રહ્યા છે.
નવરાત્રીનાનવ દિવસ દરરોજ રાત્રે 9.00 વાગ્‍યે મહા આરતી અને ત્‍યારબાદ પ્રાચીન રાસ ગરબા થાય છે. નવરાત્રીના પ્રથમ દિવસે રાસ ગરબાની રમઝટ પ્રત્‍યક્ષ નિહાળવા માત્ર ગુજરાત કે ભારતવર્ષથી નહીં પરંતુ વિશ્વભરથી હજારોની સંખ્‍યામાં ભક્‍તો ઉપસ્‍થિત રહ્યાં હતાં અને આ સાંસ્‍કળતિક કાર્યક્રમનો આનંદ માણ્‍યો હતો. આ મહાયજ્ઞ તથા સાંસ્‍કળતિક કાર્યક્રમ યુટયુબ પર માઁ વિશ્વંભરી તિર્થધામની ચેનલ પર તેમજ અનેક ટીવી ચેનલોમાં લાઇવ પ્રસારણ થઈ રહ્યું છે. દેશ-વિદેશમાં અસંખ્‍ય લોકો ઘર બેઠા આ કાર્યક્રમોનું લાઈવ પ્રસારણ નિહાળીને આનંદ માંણી રહ્યા છે.
આવા સાંસ્‍કળતિક કાર્યક્રમો થકી મૂળ સનાતન ભારતીય સંસ્‍કળતિ સમગ્ર વિશ્વમાં ઉજાગર થાય અને માઁ વિશ્વંભરીની દિવ્‍ય ક્રાંતિકારી વિચારધારા તથા દિવ્‍ય સંદેશ ‘‘અંધશ્રધ્‍ધા છોડીને ઘર તરફ પાછા વાળો અને ઘરને જ મંદિર બનાવો” વિશ્વના પ્રત્‍યેક માનવી સુધી પહોંચે એ માટે આ ધામના સ્‍થાપક શ્રી મહાપાત્ર પુરુષાર્થ કરી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં વૈચારિક ક્રાંતિ થાય, આદર્શ કુટુંબ વ્‍યવસ્‍થા તથા આદર્શ સમાજ વ્‍યવસ્‍થા સ્‍થાપિત થાય એ માટે આ ધામ નિશ્વાર્થ ભાવે સતત કાર્યશીલ છે. આ ધામેથી પ્રેરણા લઈને અસંખ્‍ય લોકોએ પોતાના ઘરને ઘરમંદિર બનાવ્‍યાં છે. જે ઘરોમાં આજે આધિ-ઉપાધિ-વ્‍યાધિ, અંધશ્રધ્‍ધા દૂર થઈ ગઈ છે અનેલોકો વ્‍યક્‍તિ પૂજા છોડીને શક્‍તિ પૂજા અપનાવવા લાગ્‍યા છે. આવા ઘરમંદિરમાં રહેતા લોકોમાં સાચી સમજણ આવતા પરિવારમાં, આડોસ-પડોસમાં, સમાજમાં નાના-મોટા ઝગડા, કલેશ, કંકાસ વગેરે દૂર થયાં છે અને ઘરમાં જ લોકોને શાંતિ અને સ્‍વર્ગની અનુભૂતિ થવા લાગી છે.

Related posts

રોટરી ક્‍લબ ઓફ દાદરા નગર હવેલી દ્વારા જરૂરીયાતમંદ વ્‍યક્‍તિને ટ્રાઈસીકલ અને વિદ્યાર્થીનીની શાળાની ફી ભરી કરેલી સહાય

vartmanpravah

અતુલ ખાતે 14મો ઉલ્‍હાસ કપ ઈન્‍ટર સ્‍કૂલ ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં એમ. કે. મહેતા હાઈસ્‍કૂલ (ઉમરગામ) વિજેતા

vartmanpravah

કપરાડાના પ્રાધ્‍યાપિકાનું કાછલની સરકારી કૉલેજમાં વક્‍તવ્‍ય યોજાયું

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના પ્રોજેકટ નિરીક્ષણ અભિયાનનો આરંભ

vartmanpravah

તા.14 સપ્‍ટેમ્‍બરે નવસારી તથા ડાંગ જિલ્લામાં નેશનલ લોકઅદાલતનું આયોજન

vartmanpravah

ભીલાડ પોલીસ મથકમાં કથિત પત્રકારો સામે ખંડણીની ફરિયાદ

vartmanpravah

Leave a Comment