(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21
દાનહમાં કન્નડ સેવા સંઘ અને કન્નડ મહિલા સંઘ દાદરા નગર હવેલી દ્વારા કર્ણાટક રાજયોત્સવ નિમિતે ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીના સહયોગ રક્તદાન કેમ્પનું આયોજન કરવામા આવ્યું હતું.
આ કાર્યક્રમનો શુભારંભ સમાજના અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટય કરી કરવામા આવ્યો હતો. આ કેમ્પમાં મોટી સંખ્યામા યુવાઓ સહિત મહિલાઓએ પણ રક્તદાન કર્યું હતું. આ અવસરે કન્નડ સમાજના પ્રમુખ ડો. ગણેશ વેરનેકર, ડો. રાજેશ શાહ અને આઈઆરસીએસની ટીમસહિત સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
–